દરિયાકાંઠે આવેલા દ્વારકામાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો

દ્વારકા, તા.૯
દરિયાઈ સરહદે આવેલા યાત્રાધામ દ્વારકા વિસ્તારમાં આગામી સ્વતંત્રતા પર્વ અને જન્માષ્ટમી પર્વને લઈને સુરક્ષા એજન્સીઓ કોસ્ટ ગાર્ડ, કસ્ટમ અને પોલીસ દળોએ પોતાના વિભાગોની બેઠક બોલાવીને કાયદો અને વ્યવસ્થા ચુસ્તપણે રાખવા એક્શન પ્લાન બનાવાયો છે તેવું માહિતગાર વર્તુળોએ જણાવ્યું છે. ભારત-પાકિસ્તાન અને ચીનની સીમા પર દુશ્મન દેશોએ આતંકીઓના હલ્લાબોલના કારણે ભારતના કોઈપણ ભારતીય સરહદ પરને નિશાન બનાવાય તેવી શક્યતાઓ છે. તાજેતરમાં જ ચીન સરહદેથી થયેલી ઘૂસણખોરી પછી સરકાર અને સુરક્ષા એજન્સીઓ કોઈપણ પ્રકારની કચાશ સુરક્ષાના મુદ્દે છોડવા માંગતી નથી. જેથી લઈને પાકિસ્તાનની દરિયાઈ સીમા વિસ્તારના ઓખા-દ્વારકા વિસ્તારમાં ભારતીય નેવી, કોસ્ટગાર્ડ, કસ્ટમ અને પોલીસ વિભાગની સુરક્ષા એજન્સીઓ સતત સતર્ક બની છે. તાજેતરમાં દ્વારકા-ઓખા વિસ્તારમાં પણ માચ્છીમારી સિઝન શરૂ થતા દરિયાઈ માર્ગની હલચલ બોટોની શરૂ થઈ ગઈ છે. આવા સંજોગોમાં આજથી પંદર દિવસ પહેલાં ભારે ચોમાસામાં પણ પોરબંદરમાં ડ્રગ્સનો વિશાળ જથ્થો પકડાયો હતો. જેથી સુરક્ષા એજન્સીઓ આ વિસ્તારની દરિયાઈ સીમા પર સુરક્ષાના નામે જન્માષ્ટમી અને સ્વતંત્રતા પર્વ પર કોઈ કચાશ રાખવા માંગતા નથી, જેથી દરિયાઈ પેટ્રોલિંગનો પણ એક્શન પ્લાનમાં સમાવેશ કરાયો હોવાનું જાણવા મળે છે. જન્માષ્ટમીને માત્ર એક સપ્તાહ જ છે ત્યારે જિલ્લા પોલીસ વડા પારગીના માર્ગદર્શન હેઠળ જન્માષ્ટમી પર્વ તથા જન્માષ્ટમી દિને બે ડીવાયએસપી, આરપીઆઈ અને ૧પ૦થી ર૦૦ જેટલા એસઆરપી, હોમગાર્ડઝ, જીઆરડી તથા મહિલા પોલીસ સુરક્ષા જવાનોનો કાફલો જગત મંદિર, ગોમતી ઘાટ, રેલવે સ્ટેશન, જાહેર માર્ગો તથા બેટ-દ્વારકા અને નાગેશ્વર મંદિરે બંદોબસ્ત જાળવશે તથા રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ થશે અને સીસી કેમેરા મેટલ ડીટેક્ટર જેવા આધુનિક ઉપકરણો તથા હાઈ-વે માર્ગો પર ચેકપોસ્ટ ઉપર પણ સઘન ચેકિંગ રહેશે જે પણ કાયદો અને વ્યવસ્થા જાળવવામાં ઉપયોગી થશે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks