ઝેરીલી જેલીફિશનો આતંક,મહારાષ્ટ્ર સરકારે લોકોને દરિયાથી દૂર રહેવાની સલાહ આપી

(એજન્સી) મુંબઈ,તા.૬
દરિયાઇ મોજાની મજા માણવા માટે મોટી સંખ્યામાં લોકો મુંબઇના બીચ પર દરેક સમયે હાજર રહે છે. પરંતુ બીજીબાજુ ઝેરીલી જેલીફિશોની હાજરીથી કેટલાંય લોકો ઘાયલ થયાની ઘટનાઓ જોતા સરકારે એડવાઇઝરી રજૂ કરી લોકોને બીચ પર જવાની ના પાડી છે.
મુંબઇના દરિયા કિનારે બ્લૂ બોટલ જેલિફિશ મોટી સંખ્યામાં નોંધાઇ છે. મોટી સંખ્યામાં જેલિફિશને જોતા તથાં કેટલાંય લોકોને કાપવાની ઘટનાઓથી પર્યટકોમાં ભયનો માહોલ છે. તાજેતરમાં જુહુ, અક્સા અને ગિરગામ ચોપાટી પર મોટી સંખ્યામાં જેલિફિશોને જોવામાં આવી. નિષ્ણાતોના મતે દર વર્ષે મોનસુનના સમયે દરિયા કિનારાઓ પર જેલિફિશ આવી જાય છે. આ તેના રીપ્રોડક્શનનો સમય હોય છે. તેના સંપર્કમાં આવવા પર દર્દનો અનુભવ થાય છે અને જે બોડી પાર્ટને ટચ કરે છે તે સુન્ન થઇ જાય છે. કેટલાંય કેસમાં તેને ટચ કરતાની સાથે જ બહેરાશની પણ ફરિયાદ મળી છે. મુંબઇમાં છેલ્લાં કેટલાંક જ દિવસમાં ૨૦ લોકો ઝેરીલી માછલીનો શિકાર બન્યા છે. પીડિત વ્યક્તિને લાંબા સમય સુધી દુખાવો થયો છે. નિષ્ણાતોના મતે લાંબા સમય સુધી દુખાવો રહે તો મેડિકલની મદદ ચોક્કસ લો.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts