દરોડાવાળા મંત્રી દસ્તાવેજો ફાડી રહ્યા હતા : અરૂણ જેટલી

(એજન્સી) નવી દિલ્હી, તા. ૨
ગુજરાત કોંગ્રેસના ધારાસભ્યોની મેજબાની કરી રહેલા કર્ણાટકના મંત્રી ડીકે શિવકુમારના રિસોર્ટ પરના આઈટી દરોડાના મુદ્દે સંસદના બન્ને ગૃહોમાં ભારે હોબાળો મચ્યો હતો. શિવકુમાર બેંગ્લોરની ઈગલટન હોટલમાં રોકાયેલા ગુજરાત કોંગ્રેસના ૪૦ કરતાં પણ વધારે ધારાસભ્યોની યજમાની કરી રહ્યાં છે. સરકાર વતી આ મુદ્દે અરૂણ જેટલીએ મોરચો સંભાળ્યો હતો. અરૂણ જેટલીએ કોંગ્રેસના આક્ષેપોને નકારી કાઢતાં એવું જણાવ્યું કે મંત્રી પર દરોડો પાડવામાં આવ્યાં છે નહીં કે ધારાસભ્યો પર અને દરોડાને ગુજરાતની ચૂંટણી સાથે કંઈ લેવાદેવા નથી.
૧૦ મુદ્દાઓ
૧. કરચોરીમાં આવકવેરા વિભાગની પૂછપરછનો સામનો કરી રહેલા ડીકે શિવકુમારને બેંગ્લોરના ઈગલટન ગોલ્ફ રિસોર્ટમાંથી ઉઠાવવામાં આવ્યાં. તેઓ બેંગ્લોરની ઈગલટન હોટલમાં રોકાયેલા ગુજરાત કોંગ્રેસના ૪૦ કરતાં પણ વધારે ધારાસભ્યોની યજમાની કરી રહ્યાં છે. કુલ ૩૯ જગ્યાએ દરોડા પાડવામાં આવ્યાં.
૨. કોંગ્રેસના આક્ષેપનો જવાબ આપતાં નાણા મંત્રી જેટલીએ રાજ્યસભામાં કહ્યું કે દરોડા બાદ આરોપી મંત્રી રિઝોર્ટમાં જઈને છુપાઈ ગયાં હતા તથા તેઓ દસ્તાવેજો ફાડી રહ્યાં હતા.
૩. જ્યારે અધિકારીઓ રિસોર્ટ પહોંચ્યાં ત્યારે ઘણા દસ્તાવેજોનો ફાડવામાં આવી રહ્યાં હતા. આ કાગળોને અધિકારીઓએ કબજામાં લીધા હતા. નાણા મંત્રીએ છેલ્લે એવું પણ કહ્યું કે આ કાર્યવાહીને ગુજરાતની કોઈ ચૂંટણી કે રાજનીતિની સાથે નહીં પરંતુ આર્થિક અપરાધની સામે થયેલી કાર્યવાહી તરીકે જોવામાં આવે.
૪. કોંગ્રેસના આનંદ શર્માએ કહ્યું કે સરકારી મશીનરીનો ઉપયોગ કરીને રાજકીય હરીફોનું દમન કરવાની ફેશન બની ગઈ છે. તેમણે એવો પણ આક્ષેપ કર્યો કે આઈટી, સીબીઆઈ અને ઈડી જેવી કેન્દ્રીય એજન્સીઓનો ઉપયોગ કરીને વિપક્ષને ડરાવવાની કોશિશ કરવામાં આવી રહી છે.
૫. વિપક્ષના નેતા ગુલામ નબી આઝાદે પણ કેન્દ્ર સરકારને આડે હાથ લેતાં કહ્યું કે રાજ્યસભાની ચૂંટણી મુક્ત, ન્યાયી અને પારદર્શિતાના ધોરણે થવી જોઈએ. પહેલા ડરનો માહોલ વેસ્ટમાં હતો હવે સાઉથમાં પણ પહોંચી ગયો છે. ગુજરાતમાં ધારાસભ્યાનો અપહરણનો પ્રયાસ કરવામાં આવ્યો, હવે આ ખોફ દક્ષિણના ધારાસભ્યોમાં પ્રસરી ગયો છે.
૬. આવકવેરા વિભાગના અધિકારીઓએ એવું જણાવ્યું કે શિવકુમારના દિલ્હી સ્થિત આવાસેથી ૧૧ કરોડ મળી આવ્યાં છે.
૭. આઝાદની વાતનો જવાબ આપતાં જેટલીએ કહ્યું કે જો ગેરકાયદેસર પૈસા અઁંગે સરકારને કાર્યવાહી કરવી હોય તો તેમણે તેના નેતાઓ પર દરોડા પાડવા જોઈએ. સરકાર વતી મોરચો સંભાળતા જેટલીએ કહ્યું કે કોઈ રિસોર્ટ પર દરોડા પાડવામાં આવ્યાં નથી કે કોઈ ધારાસભ્યની તલાશી પણ લેવામાં આવી નથી.
૮. જેટલીએ કહ્યું કે કુલ ૩૯ જગ્યાએ દરોડા પાડવામાં આવ્યાં છે. તે ઉપરાંત, જો કોઈ વ્યક્તિ કોંગ્રેસી ધારાસભ્યોની મેજબાનીમાં કામમાં વ્યસ્ત હોય તો તેવા વ્યક્તિને તેના ઘરમાં ગેરકાયદેસર રીતે પૈસા રાખવાનો કોઈ અધિકાર નથી.
૯. રાજ્યસભામાં હંગામો ખડો કરી રહેલા સાંસદોએ વેલ સુધી ધસી આવીને ઉપસભાપતિ કુરિયની સામે જોરદાર નારેબાજી કરી હતી. સાંસદોએ લોકશાહની હત્યા બંધ કરો અને સરકારની તાનાશાહી નહી ચલેગી જેવી નારેબાજી કરી હતી.
૧૦. ગુજરાતની ત્રણ રાજ્યસભાની બેઠક માટે કોંગ્રેસના અહેમદ પટેલની સામે ભાજપે ત્રીજા ઉમેદવાર તરીકે વાઘેલાના નજીકના સંબંધી બળવંતસિંહ રાજપૂતને મેદાનમાં ઉતાર્યાં છે. આઈટી દરોડા બાદ, ટ્‌વીટ કરતાં પટેલે કહ્યું કે ભાજપે રાજ્યસભાની ફક્ત એક બેઠક જીતવા માટે અભૂતપૂર્વ વીચહન્ટ આદરી છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts