છેલ્લા બે માસમાં બે બાળકો મૃત હાલતમાં મળી આવતાં ઉત્તર કાશ્મીરમાં ભયનું વાતાવરણ

(એજન્સી) બારામુલ્લા, તા.૪
ઉત્તર કાશ્મીરના બારામુલ્લા અને કૂપવાડામાંથી છેલ્લા બે માસમાં બે બાળકોના મૃતદેહો મળતા સમગ્ર ક્ષેત્રમાં ભયનો માહોલ પથરાયો છે. કેમ કે આ બાળકોનાં મોત કેવી રીતે અને કયા કારણોસર થયા તે શોધવામાં પોલીસ હજુ નિષ્ફળ છે.
તપાસ એજન્સી આ મામલે હજુ સુધી કોઈ નક્કર પરિણામ સુધી જ પહોંચતા સમગ્ર ક્ષેત્રમાં સ્થાનિક લોકો ભયભીત છે. એક બાળક અને એક બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો. દસ વર્ષીય મુસ્કાન જાન ત્રિકનમન બોનિયારની રહેવાસી હતી જે ર૩મી ઓગસ્ટના રોજથી પોતાના ઘરેથી ગુમ હતી. ગત રવિવારે તેના ઘરથી એક કિ.મી. દૂર જંગલમાંથી સ્થાનિકોને તેની લાશ મળી આવી હતી જ્યારે બીજો મૃતદેહ દસ વર્ષીય ઉમર ફારૂકનો હતો જે ગુલગામ કૂપવાડાનો વતની હતો. જે ગત ૧૮મી જુલાઈના રોજ પોતાના ઘરેથી રહસ્યમય સંજોગોમાં ગુમ થયો હતો. તેના ઘરેથી બે કિ.મી. દૂર લાશ મળી આવી હતી. આ બંને કેસમાં મૃતકોની વય સમાન હતી અને તેમના મૃતદેહો ઓળખવામાં ન આવે તેવા થઈ ગયા હતા.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks