(સંવાદદાતા દ્વારા) જૂનાગઢ,તા.૩૦
જૂનાગઢ પોલીસે દારૂ અંગે ત્રણ ઠેકાણે દરોડા પાડી બે લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો છે.
જૂનાગઢ એલસીબીના હેડ કોન્સ્ટેબલ એસ.કે.બેલીમ અને સ્ટાફે બાતમીના આધારે અગ્રાવત ચોક નજીક આવેલ અક્ષા પેલેસ એપાર્ટમેન્ટ ખાતે સુફિયાન હનીફભાઈ સીડાના કબજાવાળા મકાનમાં દરોડો પાડ્યો હતો. જેમાં ઈંગ્લિશ દારૂની બોટલ ર૩૦ રૂા.૯ર હજારનો મુદ્દામાલ જપ્ત કરેલ છે. વધુ તપાસ પીએસઆઈ કેે.કે.મારૂ ચલાવી રહ્યાં છે.
જ્યારે જૂનાગઢ આરઆરસેલનાં પોલીસ સ્ટાફે ચોક્કસ બાતમીનાં આધારે ડુંગરપુર ગામે આદીલ રૂસ્તમખાન બ્લોચના કબજા ભોગવટાનાં મકાનમાં દારૂ અંગે દરોડો પાડ્યો હતો. જેમાં ઈંગ્લિશ દારૂની બોટલ ૪૦ રૂા.૧૭,ર૦૦નો મુદ્દામાલ તથા બિયર ટીન નંગ ર૪૦૦નો મુદ્દામાલ મળી કુલ રૂા.૧૯૬૦૦નો મુદ્દામાલ જપ્ત કરેલ છે.
ઉપરાંત જૂનાગઢ ક્રાઈમ બ્રાંચના પોલીસ સ્ટાફે હોલીડે કેમ્પ રોડ ઉપર દારૂ અંગે દરોડો પાડ્યો હતો. દીનેશ દિનુ વિરાભાઈ વાજાનાં કબજામાંથી પરપ્રાંત બનાવટના ઈંગ્લિશ દારૂની પેટી નંગ ર, બોટલ નંગ ર૪ રૂા.૯૬૦૦નો મુદ્દામાલ તથા હિરા દિકેશ પરમારનાં જીંગા ફાર્મની ઓરડીએથી ઈંગ્લિશ દારૂ પેટી નંગ ૪ રૂા.૧૯ર૦૦ તેમજ બોટલ નંગ ર૧૬ કુલ રૂા.ર૮૮૦૦ તથા મોટરસાયકલ-ર રૂા.પપ હજાર તેમજ મોબાઈલ ફોન અને રોકડ રૂા.ર૧૦ર૦ વગેરે મળી કુલ રૂા.૧૦૬૮ર૦નો મુદ્દામાલ ઝડપી લીધેલ છે. આ રેઈડ દરમ્યાન દિનેશ વિરા વાજા ઝડપાઈ ગયો હતો. જ્યારે હિરા દિકેશ પરમાર તથા અન્ય ત્રણ શખ્સોને ઝડપી લેવા ચક્રો ગતિમાન કરાયાં છે.