ચોટીલામાંથી લાખો રૂપિયાનો દારૂ ઝડપાયો ભાજપના મહિલા સભ્યનો પતિ મુખ્ય આરોપી

અમદાવાદ,તા.૧
ગાંધીના ગુજરાતમાં દારૂબંધી છે. આ સર્વવિહિન છે. આ મામલે ગુજરાત સરકાર દ્વારા પણ દારૂબંધીના કાયદાનું ચુસ્તપણે રાજ્યમાં અમલ કરાવામાં આવે છે. તેવા બણત્રા તો ફૂંકવામાં આવે છે. પણ ઘણીવાર ભાજપના નેતાઓની હોટલમાંથી દારૂની મહેફિલ કે જુગારધામ પકડાયા તો કેટલીક વાર ભાજપના નેતાઓના પરિજનો લાખો રૂપિયાના દારૂના મુદ્દામાલ સાથે પકડાય છે ત્યારે સરકાર કંઈ બોલતી નથી તેવું પણ બને છે. ફરિવાર આવો બનાવ સામે આવ્યો છે. જેમાં ચોટીલા તાલુકાના ગુંદા સીટ પરથી બિનહરીફ ચૂંટાયેલા ભાજપના મહીલા સદસ્યના પતિની પોલીસે લાખો રૂપીયાના દારૂના મુદ્દામાલ સાથે ધરપકડ કરી છે અને તેની સાથે રહેલા અન્ય ઇસમોની શોધખોળ ચાલુ છે.
સ્ટેટ વિજીલન્સની ટીમને બાતમી મળી હતી કે, આણંદપુર નજીકનાં દેવપરાની સીમના એક ખેતરમાં લાખો રૂપિયાનો દારૂ ઉતારવાનો છે. બાતમીના આધારે સ્ટેટ વિજીલન્સની ટીમ દ્વારા બાતમી વાળા ખેતરમાં મોડી રાત્રે રેડ કરી હતી. સ્ટેટ વિજીલન્સ દ્બારા રેડ કરતાની સાથે ખેતરના નાસભાગ મચી ગઈ હતી. ટેમ્પામાંથી દારૂનો મુદ્દામાલ ઉતારીને અલગ અલગ વાહનોમાં દારૂના બોક્સનું લોડીંગ કરતા તમામ મજુરો, બુટલેગરો, વાહનોના ડ્રાઈવરો અને ક્લીનરો બોલેરો ગાડીમાં અને ટુ વ્હીલર પર ભાગ્યા હતા. સ્ટેટ વિજીલન્સ દ્વારા ખેતરમાં તપાસ કરતા પોલીસને રાજસ્થાન પાર્સીંગનો ટ્રક, સુરેન્દ્રનગરના પાર્સીંગનો એક ટેમ્પો, રાજકોટ પાર્સીંગનું એક આઈસર, અને બોલેરો મળી આવ્યા હતા અને તેની સાથે સાથે ઈંગ્લીસ દારૂની ૫૦૧ પેટીઓ મળી આવી હતી. તેમાં દારૂની ૬,૦૩૧ બોટલ રાખવામાં આવી હતો. આ દારૂની કિંમત અંદાજીત ૨૦ લાખથી વધુ થાય છે. પોલીએ દારૂના મુદ્દામાલ સાથે કુલ ૪૮ લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો. ત્યારબાદ સ્ટેટ વિજીલન્સના અધિકારીઓ દ્વારા બામણબોર પોલીસ સ્ટેશનમાં આરોપીઓ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
પોલીસે સમગ્ર મામલે ખેતર માલિક ઇકબાલ, બુટલેગર રાજુ પલારીયા, ભૂપત પલારીયા, મનસુખ પલારીયા ખેતરમાલિકના પુત્ર છોટૂ અને પીન્ટુ સામે ગુનો દાખલ કરી તમામની શોધખોળ શરૂ કરી હતી. જેના પોલીસે ભૂપત મેર અને રાજુ પલારીયાની ધરપકડ કરી હતી. રાજુ પલારીયા તાલુકા પંચાયતની પેટા ચૂંટણીમાં ગુંદા સીટ પરથી બિનહરીફ ચૂંટાયેલા ભાજપના મહિલા સભ્યનો પતિ છે. ત્યારે પોલીસે બે આરોપીઓને પકડી અન્ય ઈસમોની શોધખોળ હાથ ધરી છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks