મહિધરપુરામાં કારમાંથી ૧.૪૩ લાખના દારૂ સાથે બુટલેગર ઝડપાયો

(સંવાદદાતા દ્વારા) સુરત, તા. ૧૬
શહેરની મહિધરપુરા પોલીસે કુખ્યાત બુટલેગર ફિરોઝ ફ્રુટવાલાનો દારૂનો જથ્થો જપ્ત કર્યો હતો. સુરત પોલીસે દારૂબંધી અન્વયે કુલ બે કેસ કરી વિદેશી દારૂના જથ્થા સહિત રૂ.૫.૭૩ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.પોલીસ સુત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર મહિધરપુરા પોલીસે બાતમીના આધારે મહિધરપુરા વિસ્તારમાં આવેલ સતીમાતા શેરીના નાકા પાસેથી કાર નં.જીજે-૫-સીક્યુ-૮૫૬૮ જપ્ત કરી રા.૧,૪૩,૩૦૦ની કિંમતની વિદેશી દારૂની બોટલ જપ્ત કરી હતી. પોલીસે કાર, દારૂ, બે મોબાઈલ ફોન મળી કુલ રૂ.૩,૪૬,૩૦૦નો મુદામાલ જપ્ત કર્યો હતો. પોલીસે કારચાલક મોહંમદ શોએબ ઉર્ફે ચટપટીની ધરપકડ કરી હતી. જ્યારે સલીમ મોટર, ફિરોઝ ઉર્ફે ફિરોઝ ફ્રુટ અનવર અલી ફ્રુટવાલાને વોન્ટેડ જાહેર કર્યો હતો. ડીસીબી પોલીસે સુરત-પલસાણા ટોલ પ્લાઝાથી આગળ કાર નં.જીજે-૫-જેઆર-૦૪૯૫ જપ્ત કરી રૂપિયા ૭૦૦૦ની કિંમતનો દારૂ, કાર મળી કુલ રૂ.૨,૨૭,૪૦૦નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ડીસીબી પોલીસે કેબલ લાઈન ચલાવનાર ઉનમ રામજી ખલાસી (કૃષ્ણકુંજ અડાજણ), કાર ચાલક નિતેશ જયંતી મોદીની ધરપકડ કરી હતી. જ્યારે નારાયણ ટંડેલને વોન્ટેડ જાહેર કર્યો હોવાનું જાણવા મળે છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts