(સંવાદદાતા દ્વારા) મોરબી, તા. ર૯
મોરબી જિલ્લાના વાંકાનેર બાઉન્ડ્રી નજીક ભલગામ જવાના રસ્તા પર આર.આર.સેલે અડધા કરોડનો ઈંગ્લિશ દારૂનો જંગી જથ્થો ઝડપી ખળભળાટ મચાવી દીધો છે.
ગત રાત્રીના વાંકાનેર બાઉન્ડ્રી નજીકથી આરઆરસેલની ટીમે એક ટ્રકને આંતરી પતરાની પેટી થર્મોકોલસના બોક્ષની આડમાં લઈ જવાતા દારૂ ભરેલા ટ્રકમાં અડધા કરોડનો જંગી ઈંગ્લિશ દારૂનો જથ્થો અને ટ્રક મળીને કુલ ૬૨ લાખનો મુદામાલ જપ્ત કર્યો છે રાજકોટ રેન્જ આઈજી ડી.એન.પટેલની સુચનાથી રેન્જ આરઆરસેલની ટીમ પેટ્રોલિંગમાં હોય જે દરમિયાન હરિયાણાથી એક ટ્રકમાં જંગી દારૂનો જથ્થો લઈને વાંકાનેર બાઉન્ડ્રી નજીકથી પસાર થવાની બાતમીને આધારે આરઆરસેલના પીએસઆઈ કુણાલ પટેલ સહીતની ટીમે વોચ ગોઠવી જેમાં વાંકાનેર બાઉન્ડ્રીથી ભલગામ પાટિયા તરફ જવાના રસ્તેથી પસાર થતી ટ્રક નંબર એપી-૨૯-ટીબી-૨૫૬૫ને રોકી તલાશી લેતા ટ્રકમાંથી છુપાવીને રાખેલો જુદી જુદી બ્રાંડનો શરાબ બોટલ નંગ ૭,૪૨૮ કિંમત રૂ.૨૮,૫૩,૦૦૦ તેમજ અન્ય ૧૭,૬૧૬ દારૂની બોટલ કિંમત રૂ.૧૭,૬૧,૬૦૦ અને બિયર નંગ ૫,૮૮૦ કિંમત રૂ.૫,૮૮,૦૦૦ મળી કુલ રૂ.૫૨,૦૯,૯૦૦ ની કિંમતનો દારૂનો જથ્થો ટ્રક અને મોબાઈલ સહીત કુલ મળી રૂપિયા ૬૨,૦૯,૧૦૦ની કિંમતનો દારૂનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે વિદેશી દારૂ ભરેલી ટ્રક લઈને નીકળેલા ટ્રક ચાલક સરબજીતસિંહ સોહનસિંહ નાજીરસિંગ સિંધુ જાટ ઉ.વ ૩૨ રહે.પંજાબ વાળાને ઝડપી લેવામાં આવ્યો હતો જયારે દારૂનો જથ્થો મોકલનાર રાહુલસિંહ જાટ રહે.હરિયાણા અને ટ્રકના માલિક મહાવીર બાબુલાલ રહે.તેલંગાણા અને અન્ય એક સહીત ત્રણ આરોપીના નામો ખુલતા તે દિશામાં વધુ તપાસ ચલાવી છે.