પલસાણા : કારમાંથી દારૂ સાથે ચાલકની ધરપકડ

સુરત તા.૨૯
એએસઆઈ અશ્વિનભાઈ ચીમનભાઈને ખાનગી રાહે બાતમીના આધારે તાતીથૈયામાં સહયોગ હોટલની સામે હાઈવે રોડ પર વોચ ગોઠવી બેઠા હતા. ત્યારે જીજે ૧૬ એપી ૪૦૦૩ નંબરની વર્ણનવાળી કાર પસાર થતા તેને અટકાવી કારમાં તલાશી લેતાં કારમાંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે કુલ રૂ.૩,૯૨,૩૦૦નો મુદ્દામાલ કબજે કરી કાર ચાલકની આકરી પૂછપરછ કરતા કાર ચાલકે પોતાનું નામ લખન લાલ કદમશાહ પ્રસાદ રહે તુલસી નગર અદારા ગામ, તા.અંકલેશ્વર, જિ.ભરૂચ, મૂળ પતારગામ થાના રઘુનાથપુર પોસ્ટ પતાર, જી.સિવાન બિહાર હોવાનું જણાવ્યું હતું. વધુમાં આ માલ ચંદુ જાટે ભરાવ્યો હોવાનું જણાવતા પોલીસે ચંદુ જટને વોન્ટેડ જાહેર કરેલ છે. તેમજ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks