પલસાણા : ટેમ્પામાંથી સાત લાખથી વધુનો દારૂ ઝડપાયો

(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૩૦
સુરત જિલ્લાના પલસાણા ચાર રસ્તા પાસેથી બાતમીના આધારે પલસાણા પોલીસે ટેમ્પાના ચોરખાનામાં વિદેશી દારૂની હેરાફેરી કરતાં સાત લાખના દારૂના જથ્થા સાથે બે ખેપીયાઓની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર પલસાણા પોલીસને બાતમી મળી હતી કે, એક ટેમ્પામાં ચોરખાનામાં વિદેશી દારૂ ભરેલો ટેમ્પો પલસાણા ચોકડી પાસેથી પસાર થવાનો છે. જેથી પલસાણા ચાર રસ્તા પાસે પોલીસ વોચમાં બેઠી હતી. દરમિયાન વર્ણનવાળો ટેમ્પો આવતા તેને અટકાવી અંદર તલાશી લેતા ટેમ્પામાં ચોરખાનામાંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે વિદેશી દારૂ બોટલો કિંમત રૂ.૭,૬૨,૦૦૦ તથા જીજે-૫-એવી-૧૬૮૮ નંબરનો ટેમ્પો કિંમત રૂ.૧૦,૬૨,૫૦૦ના મુદ્દામાલ કબજે લઈ મૂળ મહારાષ્ટ્રનો રાજુ ઉર્ફે ડયર વામન કોળી રહે. સંજયનગર લીંબાયતની તથા સુરેશ ઉર્ફે અબ્દુલ ગોરખ ચૌહાણ રહે. લીંબાયતની ધરપકડ કરી છે. જ્યારે રમેશ રામચંદ્ર પાટીલ અને લાલો રજનને વોન્ટેડ જાહેર કરી આગળની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળે છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks