વટામણ ગામની સીમમાંથી દારૂના જથ્થા સાથે એક ઝડપાયો

ધોળકા, તા. ૧૯
ધોળકા તાલુકાના વટામણ ગામની સીમમાંથી પોલીસે બોલેરો જીપમાંથી દારૂના જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડ્યો હતો.
અમદાવાદ જિલ્લા ગ્રામ્યા એસ.ઓ.જી. શાખાને બાતમી મળી હતી કે, રામપરા પાટિયા સામે રહેતો અમરસિંગ કાળુભાઈ વટામણા ગામની સીમમાં દારૂનો ધંધો કરે છે. જે બાતમીના આધારે પોલીસે ઉક્ત જગ્યાએ રેડ પાડતાં ત્યાં એક પોલીસે પીકઅપ ગાડી ઉભી હતી. જેમાંથી એક ઈસમ દારૂના બોક્સ ઓરડીમાં મુકતો હતો. જેથી પોલીસે જીપ તથા ઓરડીમાં તપાસ કરી જુદા-જુદા બ્રાંડની દારૂ તથા બિયર ટીન મળી કુલ કિંમત રૂા. ૩.ર૬ લાખ તથા બોલેરો જીપ મોબાઈલ સાથે રૂા. પ,ર૬,૪૦૦નો મુદ્દામાલ સાથે અમરસિંગ કાળુભાઈને પકડી પાઢી તેની સામે પ્રોહીએક્ટની કલમ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks