Ahmedabad

દારૂની હેરાફેરી અટકાવવા અને પારદર્શક ચૂંટણી યોજવા સઘન પગલાં ભરો

અમદાવાદ, તા.૧૬
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષીને મતદાતાઓ પ્રભાવિત ન થાય અને ચૂંટણી ન્યાયિક, તટસ્થ અને પારદર્શક રીતે યોજાય તે માટે ગુજરાત કોંગ્રેસ સમિતિના પ્રમુખ ભરતસિંહ સોલંકીએ રાજ્યમાં દારૂની હેરાફેરી અટકે અને જે અધિકારીઓએ ર૦૧રની ચૂંટણીમાં જે તે વિધાનસભા ક્ષેત્રે ફરજ બજાવી હોય અને ર૦૧૭મા તે જ સ્થળે પુનઃ ફરજ બજાવતા હોય તો તેમને તાત્કાલિક અસરથી દૂર કરવા ચૂંટણી પંચના મુખ્ય ચૂંટણી કમિશનરને પત્ર પાઠવ્યો છે.
આગામી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં લઈ ગુજરાત સાથે પાડોશી રાજ્યોમાંથી દારૂની હેરાફેરી અટકે ખાસ કરીને ગુજરાતમાં મતદાતાઓ પ્રભાવિત ન થાય તે માટે સઘન પગલાં ભરવા તેમજ ચૂંટણીને ધ્યાનમાં લઈ જે અધિકારીઓ ર૦૧ર જે તે વિધાનસભા ક્ષેત્રે ફરજ બજાવી હોય તેઓ આજે ર૦૧૭ની વિધાનસભા ચૂંટણીમાં પણ તે સ્થળ પર જ પુનઃ ફરજ બજાવતા હોય તો તાત્કાલિક અસરથી તેઓને દૂર કરવા અને ન્યાયિક, તટસ્થ અને પારદર્શક ચૂંટણી થાય તે માટે પગલાં ભરવા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ ભરતસિંહ સોલંકીએ ભારતીય ચૂંટણી પંચના મુખ્ય ચૂંટણી કમિશનરને ઉદ્દેશીને પત્ર લખવામાં આવ્યો છે.