Gujarat

સ્વચ્છતા મિશન અંતર્ગત કચરાના વહન માટે અપાયેલ ટેમ્પોમાં દારૂની હેરાફેરી

માંગરોળ, તા.ર૭
ઉમરપાડા તાલુકાની ઉમરપાડા ગ્રામ પંચાયતને સુરત જિલ્લા પંચાયતના ભંડોળમાંથી સ્વચ્છતા મિશન અંતર્ગત કચરાના નિકાલ માટે છોટાહાથી ટેમ્પો તત્કાલીન મુખ્યમંત્રી આનંદીબેન પટેલના હસ્તે, મહિલા સરપંચ શારદાબેન વસાવાને અર્પણ કરવામાં આવ્યો હતો.
પરંતુ કોંગી આગેવાનો દ્વારા આજરોજ ઉમરપાડાના મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી તથા પોલીસ સબ ઈન્સ્પેક્ટરને જે અવેદનપત્ર આપવામાં આવ્યું છે. એમાં ઉપરોક્ત વિગતો દર્શાવી વધુમાં જણાવ્યું છે કે, આ ટેમ્પાની નંબર પ્લેટ આજદિન સુધી ફીટ કરવામાં આવી નથી. જે કાનૂની ગુનો બને છે. સાથે જ ગ્રામ પંચાયત સંયુક્ત રીતે જવાબદાર ઠરે છે. આ ટેમ્પા દ્વારા ઉમરપાડા તથા ઉંચવણ ગ્રામ પંચાયતોના વિસ્તારમાં જે કચરો એકત્ર થાય છે. એના નિકાલ માટે આપવામાં આવ્યો હતો પરંતુ સ્વચ્છતાની કામગીરી કરવાને બદલે આ ટેમ્પા મારફતે, તાલુકાના કેટલાક બુટલેગરોને વિદેશીદારૂનું વહન કરવા માટે પરવાનો આપ્યો હોય એમ ગ્રામ પંચાયતની મિલક્તનો અનેકો વખત દુરૂપયોગ થવાની ફરિયાદો ઊઠી હોવા છતાં તથા ઉપરોક્ત બંને ગ્રામ પંચાયતોના કાર્યક્ષેત્રમાં કચરાના ઢગલા છતાં, સ્વચ્છતા મિશનના કાર્યક્રમને નેવે મૂકી વિદેશી દારૂની હેરાફેરીની કામગીરી કરતો હતો. તાજેતરમાં ઉમરપાડા તાલુકા પંચાયતની સત્તા ભાજપ પાસે છે. આ તાલુકા પંચાયત ઉપપ્રમુખ ગંભીરસિંહ વસાવા પુત્ર નામે રવીશંકર વસાવા આ ટેમ્પાનું ડ્રાઈવીંગ કરી વિદેશી દારૂની હેરાફેરી કરતો હતો તે દરમિયાન પોલીસની ગાડી જોઈને ભાગી છૂટ્યો હતો જે તા.રર-૯-૧૮ના રોજ બરાડી ગામે પોલીસે દરોડો પાડી વિદેશીદારૂ રંગે હાથ પકડી પાડ્યો છે. પોલીસે પ૦ પેટી વિદેશીદારૂ કબજે લીધો છે. આ પ્રકારની અનેક ઘટના ઉમરપાડા તાલુકામાં બને છે. આમ ઉમરપાડા તાલુકા પંચાયતના ઉપપ્રમુખ ગંભીરસિંહ વસાવા તથા એમનો પુત્ર રવિશંકર વસાવા, ઉમરપાડાના સરપંચ રમીલાબેન વસાવા, ઉંચવણના સરપંચ માલુબેન વગેરેઓ પંચાયતની જવાબદારી ગેરવલ્લે, ગેર જિમ્મેદારીથી નિભાવી, ગ્રામ પંચાયતના વહીવટને નુકસાન કરેલ છે જેથી આ કામમા સંડોવાયેલા મનાતા પદાધિકારીઓ અને સંબંધિત ગ્રામ પંચાયતોના તલાટી કમ મંત્રી સહિત તમામ સામે કાયદેસરની કાર્યવાહી કરવા તથા જવાબદાર પદાધિકારીઓનું પદ રદ કરવા માગ કરી છે. જ્યારે તાલુકા પંચાયતના ઉપપ્રમુખ રાજીનામું આપે એવું આવેદનપત્રમાં જણાવાયું છે. આ પ્રસંગે રામસિંહ વસાવા, નાનસીંગ વસાવા, શામજીભાઈ ચૌધરી, રૂપસીંગ ગામીત, શાહબુદ્દીન મલેક વગેરેઓ હાજર રહ્યા હતા.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
  Related posts
  CrimeGujarat

  સુરતના VR મોલને મળ્યો ધમકીભર્યો મેઈલ જેટલાને બચાવવા હોય તેટલાને બચાવી લો, બ્લાસ્ટ કરવામાં આવશે

  પોલીસે બે હજારથી વધુ લોકોને બહાર…
  Read more
  CrimeGujarat

  કટ્ટરવાદી કાજલ શિંઘાળાએ મુસ્લિમ મહિલાઓ અને મુસ્લિમ સમાજ વિશે અશોભનીય બફાટ કરતા પ્રચંડ રોષની લાગણી

  મુસ્લિમ મહિલાઓની આબરૂ તથા અસ્મિતાનું…
  Read more
  CrimeGujarat

  વિદ્યાર્થીએ ટિકિટ માંગી તો કંડક્ટરે લોહીલુહાણ કર્યોલીંબડી બસ સ્ટેન્ડમાં એસટી બસના કંડક્ટરે વિદ્યાર્થીને માર મારતો વીડિયો વાયરલ

  વિદ્યાર્થીને માથાના ભાગે ઈજા થતાં…
  Read more
  Newsletter
  Become a Trendsetter

  Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.