અમદાવાદ, તા.૨૦
ગાંધીનગર નજીક દશેલા ગામના માધવ ફાર્મમાં કેટલાંક લોકો દારૂની મહેફિલ માણતાં હોવાની બાતમીને આધારે ગ્રામ્ય એલસીબી દ્વારા રેડ કરવામાં આવી હતી. જેમાં ૧૫ યુવક અને યુવતીની ધરપકડ કરવામાં આવી હતી. ઝડપાયેલાઓમાં ફાર્મ હાઉસના માલિકનો દીકરા કુશલ પટેલ પણ હતો. તેમની પાસેથી બે મર્સિડીઝ, બે ક્રેટા, એક ઇનોવા અને એક વર્ના કાર જપ્ત કરવામાં આવી હતી. આ તમામ વિદ્યાર્થીઓ એન્જીનીયરીંગ તેમજ સ્નાતક કક્ષાના વિદ્યાર્થીઓ છે. તેઓ મિત્રના જન્મ દિવસની પાર્ટી મનાવવા ભેગા થયા હતા. તેમની પાસેથી ૩ દારૂની બોટલ મળી આવી હતી. પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. હાલ તેમની પાસે દારૂ ક્યાંથી આવ્યો અને કોણે આપ્યો હતો તેની તપાસ થઇ રહી છે.
ગાંધીનગર જિલ્લાના મોટા ચિલોડા નજીક દશેલા ગામના માધવ ફાર્મમાં કેટલાંક લોકો દારૂની મહેફિલ માણતાં હોવાની બાતમીને આધારે ગ્રામ્ય એલસીબી દ્વારા રેડ કરવામાં આવી હતી. જેમાં ૧૫ યુવક અને યુવતીની ધરપકડ કરવામાં આવી હતી. ઝડપાયેલાઓમાં ફાર્મ હાઉસના માલિકનો દીકરા કુશલ પટેલ પણ હતો. તેમની પાસેથી બે મર્સિડીઝ, બે ક્રેટા, એક ઇનોવા અને એક વર્ના કાર જપ્ત કરવામાં આવી હતી. આ તમામ વિદ્યાર્થીઓ એન્જીનીયરીંગ તેમજ સ્નાતક કક્ષાના વિદ્યાર્થીઓ હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં ખૂલ્યુ હતું. તેઓ મિત્રના જન્મ દિવસની પાર્ટી મનાવવા ભેગા થયા હતા. તેમની પાસેથી ત્રણ દારૂની બોટલ મળી છે. હાલ તેમની પાસે દારૂ ક્યાંથી આવ્યો અને કોણે આપ્યો હતો તેની તપાસ હાથ ધરી પોલીસે સમગ્ર મામલે જરૂરી ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.