National

વડોદરાના પૂર્વ ડે.મેયરના પુત્ર સહિત ૧૪ નબીરા દારૂની મહેફિલ માણતા ઝડપાયા

(સંવાદદાતા દ્વારા) વડોદરા, તા.૭
વાઘોડીયા પોલીસે વડોદરાના ડે.મેયર યોગેશ પટેલ (મુકતી)ના પુત્ર દર્પિત પટેલ સહિત ૧૪ નબીરાઓને દારૂની મહેફીલ માણતા ઝડપી પાડ્યા હતા. પોલીસે ખાનદાન નબીરાઓને ઝડપી પાડતા ચકચાર મચી જવા પામી હતી. પોલીસે ઇંગ્લીશ દારૂનો જથ્થો, લકઝરીયસ કાર, મોબાઇલ ફોન મળી કુલ રૂા.૧૮.૪૨ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ ઘટનામાં ઢાંકપિછોડો કરવાનો પ્રયાસ કરનાર પી.એસ.આઇ. ભગતસિંહ રાઠોડ સામે વડોદરા જિલ્લા પોલીસ વડાએ તપાસના આદેશ આપ્યા છે.
પ્રાપ્ત થતી વિગત અનુસાર, વડોદરા તાલુકાના વસ્વેલ ગામની સીમમાં જગદીશ શાહના ફાર્મ હાઉસમાં દારૂની મહેફીલ ચાલે છે. લગ્ન પ્રસંગ પૂર્વે યોજવામાં આવેલ આ દારૂની મહેફીલની જાણ વાઘોડીયા પોલીસને થતા પોલીસે અચાનક રેડ પાડી હતી. પોલીસને જોઇને દારૂનો નશો કરી મહેફીલ માણી રહેલા ખાનદાન નબીરાઓમાં ગભરાટ ફેલાઇ ગયો હતો. પોલીસે ફાર્મ હાઉસને ચારેય તરફથી ઘેરી લઇ દારૂની મહેફીલ માણતા સ્નેહલ શાહ (રહે. કારેલીબાગ, વડોદરા), અર્પિત પટેલ (રહે. માનવ રેસીડેન્સી, સમા સાવલી રોડ), અલ્કેશ શાહ (રહે. સુભાનપુરા), રક્ષિત પટેલ (રહે. હરણી રોડ), મયુર શાહ (રહે. કારેલીબાગ), કૃણાલ પટેલ (રહે. સમા સાવલી રોડ), રવિ પ્રજાપતિ (રહે. સમા સાવલી રોડ), જય પટેલ (રહે. સુખધામ ડુપ્લેક્ષ, વાઘોડિયા રોડ), નયન પારેખ (રહે. આર.વી.દેસાઇ રોડ), નિરજ શાહ (રહે. ગેંડા સર્કલ પાસે), ધ્રુવેશ પટેલ, દિપ પટેલ (બંને રહે. કારેલીબાગ), શીરીષ શાહ (રહે. ઓલ્ડ પાદરા રોડ) અને દુર્ગેશ પટેલ (રહે. સાવલી રોડ)ને ઝડપી પાડયા હતા. આ દરોડામાં ઝડપાયેલા ખાનદાન નબીરાઓમાં દર્પિત પટેલ ભાજપના અગ્રણી અને પૂર્વ ડે.મેયર યોગેશ પટેલ (મુકતી)નો પુત્ર છે. પોલીસે દારૂનો જથ્થો તેમજ લકઝરીયસ કાર સહિત ૧૮.૪૨ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
ખાનદાન નબીરાઓ ઝડપાતા રાજકીય નેતાઓ પોલીસ મથકે દોડી ગયા હતા. જેને પગલે ગણતરીના કલાકોમાં વાઘોડીયા પોલીસ મથકનાં પો.સ.ઇ. ભગતસિંહ રાઠોડે તમામને જામીન પર મુકત કર્યા હતા. દારૂની મહેફીલ માણતા ખાનદાન નબીરાઓ ઝડપાયા હોવાની જાણ અને આ ઘટનામાં પો.સ.ઇ. રાઠોડે ઢાંકપિછોડો કરવાનો પ્રયાસ કર્યો હોવાની માહિતી જિલ્લા પોલીસ વડાને થતા તેમણે પો.સ.ઇ. રાઠોડ સામે તપાસનો હુકમ આદેશ આપ્યો છે.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    National

    રાજકોટ પછી દિલ્હીની હોસ્પિટલ સળગી, ૭ નવજાતનાં મોત

    દિલ્હીની વિવેકવિહારમાં આવેલી ન્યુ…
    Read more
    NationalPolitics

    ‘‘મારો દીકરો તમને સોંપું છું’’ : રાયબરેલીમાં સોનિયાની ભાવુક અપીલ

    રાયબરેલીમાં સોનિયા ગાંધી સાથે…
    Read more
    National

    બુરખો પહેરેલી પ્રશંસકને ગળેભેટવાનું શાહરૂખ ખાને ટાળી લોકોના દિલ જીત્યાં, વીડિયો વાયરલ થયો

    (એજન્સી) તા.૧૭બોલિવૂડ સુપરસ્ટાર…
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.