Gujarat

સાહેબ નાનપણથી દારૂનો ધંધો કરૂ છું આખું લીંબાયત પોલીસ સ્ટેશન મને ઓળખે છે

(સંવાદદાતા દ્વારા) સુરત,તા.૨૬
શહેરના લીંબાયત વિસ્તારમાં એક ઇસમને લોકોએ ચેઇન સ્નેચર સમજીને પકડીને ઢોર માર માર્યો હતો. જેને સ્મિમેર હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયો હતો. જ્યાં તેને પોલીસને જણાવ્યું હતું કે, સાહેબ નાનપણથી દારૂના ધંધો કરૂ છું. જ્યારે એક પેટી ૨૩૦ રૂપિયામાં વેચાતી હતી ત્યારથી આખ્ખું લીંબાયત પોલીસ સ્ટેશન મને ઓળખે છે.
પ્રાપ્ત માહિતી અનુસાર લિંબાયતના આસપાસ વિસ્તારમાં આવેલા આદર્શ નગરમાં રહેતો અનિલ દેવચંદ ગંગાર્ડે (ઉ.વ.૨૮) અને સતીષ્શ ગજાનંદ વાનખેડે (ઉ.વ.૨૦)ને ગઇ કાલે સાંજે સુરત કડોદરા રોડ સ્થિત વેડછા પાડિયા પાસે લોકોએ મોબાઇલ સ્નેચર સમજીને માર માર્યો હતો. જેના કારણે બંનેના ગંભીર ઇજા થતા સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.
આ દરમિયાન ત્યાં અનિલે જે કેફિયત રજૂ કરી હતી. તે સાંભળી ત્યાં હાજર પોલીસવાળા પણ ચોકી ગયા હતા. જ્યારે અનિલને પૂછવામાં આવ્યું કે, તમે લોકોએ મોબાઇલ છીનવાય ગયા હતા ? ત્યારે જવાબમાં અનિલ જણાવ્યું હતું કે, સાહેબ આવું કામ હું નથી કરતો નાનપણથી હું દારૂનો ધંધો કરૂં છે. જ્યારે દારૂની એક પેટી ૨૩૦ રૂપિયામાં મળતી હતી ત્યારથી આખ્ખુ લીંબાયત પોલીસ સ્ટેશન મને ઓળખે છે. વધુમાં અનિલે જણાવ્યું હતું કે, ગઇ કાલે તે ખેપિયા સતિષને લઇને બાઇક ઉપર પૂણાગામમાં રાજુ નામના કોઇ બૂટલેગરને દારૂની પેટીઓ આપવા માટે ગયો હતો. રાજુએ માલ લીધા બાદ દસ મિનિટમાં પૈસા લઇને આઉછું તેમ કહી તેના એક માણસને તેમની પાસે છોડીને ગયો હતો. પરંતુ એક કલાક સુધી તે પરત નહી આવેલ. જ્યારે તેનો માણસ પણ ત્યાંથી ભાગવા લાગ્યો હતો. ત્યારે અનિલ અને સતીશ તેની પાછળ પકડવા માટે દોડતા હતા. ત્યારે ઉપરોક્ત ઇસમે સોસાયટીમાં ભેલા થયેલા લોકોને ચડાવ્યો હતો અને આ લોકો તેનું મોબાઇલ છીનવા માટે આવેલા છે. તેવું કહેતા લોકોએ તેમને મેથીપાક આપ્યો હતો. બનાવ અંગે પોલીસે નોંધ લઇ વધુ તપાસ હાથ ધરી છે.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    GujaratHarmony

    ભરૂચની પટેલ વેલ્ફેર હોસ્પિ.માં કોમી એકતાનો અનોખો કિસ્સો મુસ્લિમ મિત્રોની મદદથી સુરતનો ચંદન મોત સામેનો જંગ જીતી ગયો

    માતા-પિતાના અવસાન બાદ બે બહેનોન…
    Read more
    Gujarat

    વટામણ-ધોલેરા હાઇવે પર ભોળાદ ગામ નજીક કાર-ટ્રક વચ્ચે સર્જાયેલ ગોઝારા અકસ્માતમાં અમદાવાદના એક જ પરિવાના ચારનાં મોત

    શાહપુર વિસ્તારના લોકો ઇદ નિમિત્તે…
    Read more
    CrimeGujarat

    સુરતના VR મોલને મળ્યો ધમકીભર્યો મેઈલ જેટલાને બચાવવા હોય તેટલાને બચાવી લો, બ્લાસ્ટ કરવામાં આવશે

    પોલીસે બે હજારથી વધુ લોકોને બહાર…
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.