અમેરિકાની જેલમાં ૨૬/૧૧ના માસ્ટર માઈન્ડ ડેવિડ હેડલી પર હુમલો કરાતાં હાલત ગંભીર

(એજન્સી) શિકાગો, તા.૨૩
મુંબઈ આતંકી હુમલા ૨૬/૧૧ના આરોપી ડેવિડ હેડલી પર અમેરિકાની શિકાગો જેલમાં જીવલેણ હુમલો થયો છે. જેમાં તે ગંભીર રીતે ઘાયલ થયો છે. તેને શિકાગોની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે જ્યાં તે જીવનમરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે. હકીકતમાં જેલમાં જ બે કેદીઓએ હેડલી પર આઠ જુલાઈના રોજ હુમલો કરી દીધો હતો. અમેરિકી નાગરિક હેડલી પાકિસ્તાનની ગુપ્ત એજન્સી આઈએસઆઈની સાથે કામ કરતો હતો અને ર૬/૧૧ના હુમલામાં મુખ્ય ષડયંત્રકારીઓમાં સામેલ હતો. હેડલીને શિકાગોની હોસ્પિટલમાં સીસીયુમાં રાખવામાં આવ્યા છે અને ર૪ કલાક તેની પર નજર રાખવામાં આવી રહી છે. જે લોકોએ હેડલી પર હુમલો કર્યો તે બંને ભાઈ છે અને પોલીસકર્મીઓ પર હુમલાના આરોપમાં જેલમાં બંધ છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks