નવી દિલ્હી, તા.ર૩
દક્ષિણ આફ્રિકાના વિકેટકીપર ક્વિંટન ડી કોકે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી ઝડપી ૧૫૦ શિકાર ઝડપવાનો રેકોર્ડ પોતાને નામે કર્યો છે. ડિ કોકે રવિવારે શ્રીલંકા વિરૂદ્ધ રમાયેલ બીજી ટેસ્ટ મેચ દરમિયાન આ પરાક્રમ કર્યું છે. અંતિમ ટેસ્ટ મેચમાં ડિ કોકે લુંગી ગિડીની બોલ પર દિમુથ કરૂણારત્નેનો કેચ કર્યો હતો. જે સાથે જ તેણે ૧૫૦મો શિકાર ઝડપ્યો હતો.
ડી કોકે માત્ર ૩૫ ટેસ્ટ મેચોમાં ૧૫૦ શિકાર ઝડપવાના એડ્મ ગિલક્રિસ્ટના રેકોર્ડને પણ તોડ્યો છે. જેને આ રેકોર્ડ ૩૬ મેચોમાં બનાવ્યો હતો. જ્યારે ભારતના ધોનીએ ૪૮ મેચોમાં ૧૫૦ શિકાર પૂરા કર્યા હતા. જેમાં ૧૨૭ કેચ અને ૨૩ સ્ટમ્પિંગ કર્યા હતા.
વિકેટકીપર રીતે સૌથી વધુ શિકાર માર્ક બાઉચરે ૧૪૭ મેચોમાં ૫૫૫ કર્યા છે. જ્યારે એડ્મ ગિલક્રિસ્ટે ૯૬ મેચોમાં ૪૧૬ શિકાર આંચકી બીજા નંબર પર છે. જ્યારે મહેન્દ્ર સિંહ ધોની આ યાદીમાં છેક પાંચમાં સ્થાન પર છે. જેણે ૯૦ મેચોમાં ૨૯૪ શિકાર ઝડપ્યા છે.