ડીસામાં ભાજપનું વિજય ટંકાર સંમેલન ધારાસભ્ય સામે વિવાદાસ્પદ ટિપ્પણીથી ચકચાર

(સંવાદદાતા દ્વારા)
ડીસા, તા.ર૧
બનાસકાંઠા જિલ્લા ભાજપ યુવા મોરચા દ્વારા ડીસા ખાતે વિજય ટંકાર યુવા સંમેલન યોજાયું હતું. આ પ્રસંગે ભાજપ પ્રદેશ યુવા મોરચાના પ્રમુખ ડૉ.ઋત્વિજ પટેલનું ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું.ડીસાના એરપોર્ટ રોડ ખાતેથી ભાજપ કાર્યકર્તાઓ દ્વારા વિશાળ બાઈક રેલી યોજવામાં આવી હતી અને આ રેલી રોડ શો સાથે ડીસા માર્કેટ યાર્ડ ખાતે પહોંચીને સંમેલનમાં ફેરવાઇ ગઈ હતી.
સંમેલનમાં બનાસ ડેરીના વાઇસ ચેરમેન માવજીભાઈ દેસાઇ, રાષ્ટ્રીય યુવા મોરચાના સભ્ય હિતેષ ચૌધરી, જિલ્લા યુવા ભાજપ પ્રમુખ હરેશ ચૌધરી, ડીસા પાલિકા પ્રમુખ પ્રવિણ માળી, તાલુકા ભાજપ પ્રમુખ લેબજીજી ઠાકોર, જિલ્લા યુવા મહામંત્રી પ્રકાશ ઠાકોર, અર્જુનસિંહ વાઘેલા, શહેર પ્રમુખ રમેશ રાઠોડ, સહિતના હોદ્દેદારો, કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
પ્રદેશ યુવા ભાજપના પ્રમુખ ડૉ. ઋત્વિક પટેલે ડીસામાં પોતાના સંબોધનમાં ડીસાના ધારાસભ્ય ગોવાભાઈ રબારી સામે નિશાન સાધતા જણાવ્યું હતું કે, ‘પૂર હોનારત વખતે જ્યારે પ્રધાનમંત્રી, મુખ્યમંત્રીથી લઈ સમગ્ર સરકાર અને ભાજપના તમામ યુવા કાર્યકરો લોકોની સેવામાં બચાવ કાર્યમાં હતા અને લોકોને ખાવાના ફાંફાં હતા તે વખતે ડીસાના ધારાસભ્ય નફ્ફટ થઈ બેંગ્લોરમાં પકવાન ખાતા હતા અને શરમ નેવે મૂકી અમે જલસા કરવા આવ્યા છીએ તેમ જણાવતા હતા. ગોવાભાઈએ નફ્ફટ કહેતા ચકચાર મચી હતી.
ગોવાભઈ દેસાઈનો સણસણતો જવાબ
ડીસાના ધારાસભ્ય ગોવાભાઈ દેસાઈને પ્રદેશ યુવા ભાજપ પ્રમુખ ડૉ. ઋત્વિજ પટેલે નફફટ કહેતા ગોવાભાઈએ તેનો આક્રોશપૂર્વક જવાબ આપ્યો હતો કે, ‘ઋત્વિજભાઈ મને નફફટ કહેતા પહેલાં તમારી સરકારના કામ જુઓ, વારેઘડીએ બેંગ્લોર બેંગ્લોર કર્યા કરો છો પણ તમારા મુખ્યમંત્રીએ અહીં રહીને શું કર્યું. પૂર પીડિતોને માત્ર વચન આપ્યા છે. કેશડૉલ્સ સિવાય કોઈ સહાય આપી નથી તો નફફટાઈ તો તમે કરી છે જિલ્લાની જનતા સાથે અમે તો પ્રજાની વચ્ચે રહેનારા છીએ. અમારા એવા સંસ્કાર નથી કે તમારા જેવી અભદ્ર ભાષા વાપરીએ. અમને નફફટ કહેતા પહેલાં તમારે, તમારી પાર્ટીના કામ સંસ્કાર જુઓ.’

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks