દિલ્હી : ૧૫ વર્ષથી શસ્ત્રોનું ગેરકાયદેસર વેચાણ કરતી પિસ્તોલરાનીની સ્પેશિયલ સેલ દ્વારા ધરપકડ

(એજન્સી) નવી દિલ્હી, તા.૩૦
૧પમી ઓગસ્ટની આઝાદીની પૂર્વ સંધ્યાએ પોલીસના વિશેષ દસ્તાએ દિલ્હીમાં એક મહિલાની ધરપકડ કરી ૧૪ પિસ્તોલ અને ૧૪ મેગેઝિન જપ્ત કરી હતી. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર આ શસ્ત્રો દિલ્હીમાં પૂરા પાડવાના હતા. મહિલા શસ્ત્રોની દાણચોરી કરે છે. જેને દિલ્હીમાં શાસ્ત્રીપાર્ક વિસ્તારમાંથી પકડી લેવાઈ હતી. તેની ઓળખ મોબાઈલ તરીકે થઈ છે. મહિલા ૧પ વર્ષથી શસ્ત્રોની હેરાફેરી સાથે જોડાયેલ છે. જે એમપીની છે. ગેરકાયદેસર શસ્ત્રો એમપીથી લાવી દિલ્હીમાં વેચતી હતી. તેની ધરપકડ કરાઈ છે જે ર૦૧૪થી ભાગેડુ જાહેર કરાઈ હતી. તેણી બસ-ટ્રેનમાં મુસાફરી દરમિયાન મૂકામ સ્થળ પહેલાંના સ્ટેશને ઉતરી જતી હતી. મહિલાની ધરપકડ કરી પૂછપરછ ચાલે છે. શસ્ત્રો કોને વેચ્યા તે માહિતી પોલીસે પૂછી છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks