(એજન્સી) નવી દિલ્હી, તા.રપ
બોલીવુડની ફિલ્મ પીપલી લાઈવના દિગ્દર્શક મહેમૂદ ફારૂકીની અપીલ પર હાઈકોર્ટે પોતાનો નિર્ણય આપી દીધો છે. હાઈકોર્ટે ફારૂકીને બધા આરોપોથી મુક્ત કરી દીધા છે. મહેમૂદ ફારૂકીને ૩૦ જુલાઈ સાકેત કોર્ટે કોલંબિયા યુનિ.ની એક અમેરિકી મહિલા પર રેપનો આરોપ લગાવવામાં આવ્યો હતો. ૩પ વર્ષીય અમેરિકી મહિલાએ ફારૂકી પર રેપનો આરોપ લગાવતા ફરિયાદ દાખલ કરી હતી. ત્યારબાદ ફારૂકીને સાકેત કોર્ટે રેપના આરોપી તરીકે દોષિત ઠેરવ્યા હતા અને ફારૂકીએ આ નિર્ણયને હાઈકોર્ટમાં પડકાર્યો હતો. મહિલાએ આરોપ લગાવ્યો હતો કે તે પોતાના ચિસર્ચ કામ માટે દિલ્હી આવી હતી. ત્યારે ફારૂકીએ પોતાના નિવાસ પર તેની સાથે રેપ કર્યો હતો. આ ઘટના ર૮ માર્ચ ર૦૧પમાં બની હતી. મહિલાએ કોર્ટને જણાવ્યું કે, ત્યારબાદ ફારૂકીએ ઈ-મેઈલ દ્વારા માફી માંગી લીધી હતી. જો કે, ફારૂકીએ આ બધા આરોપોથી ઈન્કાર કર્યો હતો. પોલીસે ર૯ જૂન ર૦૧૬ના રોજ ચાર્જશીટ ફાઈલ કરી હતી. પીપલી લાઈવ ફિલ્મનું નિર્દેશન કરનાર અનુષા રિઝવી મહેમૂદ ફારૂકીના પત્ની છે. અનુષાએ હાઈકોર્ટના નિર્ણય બાદ કહ્યું કે તેઓ રાહત અનુભવી રહ્યા છે. સચ્ચાઈ એક વાર જરૂર સામે આવે છે. મહેમૂદ પીપલી લાઈવ ફિલ્મના સહ-નિર્દેશક અને વાર્તાકાર છે.