(એજન્સી) નવી દિલ્હી, તા.૧૮
દિલ્હીના એયરોસિટીની એક ફાઇવસ્ટાર હોટલમાં એક સીસીટીવી ફુટેજ સામે આવી છે. આ ફુટેજમાં હોટલનો સિક્યોરિટી મેનેજર પવન દહિયા હોટલમાં કામ કરતી મહિલાની સાડીનો પાલવ ખેંચીને તેના કપડા ઉતારવાનો પ્રયાસ કરી રહ્યો છે. તે સમયે પવન દહિયાનો એક નજીકનો કર્મચારી પણ તે ઓરડામાં હાજર હતો. ત્યારબાદ તક જોઇને મહિલા ત્યાંથી ભાગી ગઇ હતી. છેડતીના આરોપી હોટલ પ્રાઇડ પ્લાઝાના સિક્યોરિટી મેનેજરની પોલીસે ધરપકડ કરીને પટિયાલા હાઉસ કોેર્ટમાં હાજર કરવામાં આવ્યો, જ્યાં તેને જામીન આપી દેવામાં આવ્યા. ૩૩ વર્ષીય પીડિતાએ જણાવ્યા અનુસાર તે એયરોસિટીના હોટલ પ્લાઝામાં પાછલા ૨ વર્ષથી કામ કરે છે. પાછલા કેટલાક મહિનાઓથી હોટલનો સિક્યોરિટી મેનેજર તેના પર શારિરીક સંબંધ બાંધવા માટે દબાણ કરી રહ્યોે હતો. ૨૯ જુલાઇના રોજ તેનો જન્મદિવસ હતો ત્યારે પવને તેણીને તેના રૂમમાં બોલવી હતી અને તેનો સાડીનો પાલવ ખેંચવા લાગ્યો હતો. મહિલાએ જણાવ્યું કે તે સમયે પવને કહ્યું હતું કે તેને તે દિવસે પીડિત મહિલા સાથે હોટલના એક રૂમમાં રહેવું હતું. તેણે ક્રેડિટ કાર્ડ કાઢીને મનપસંદ ભેટ આપવાની વાત પણ કહી હતી. આ વચ્ચે જ હોટલના રૂમમાં હોટલનો અન્ય એક કર્મચારી આવી પહોંચ્યો હતો અને મહિલા ત્યાંથી ભાગી ગઇ હતી. મહિલાએ કહ્યું કે તે દિવસે તેની શિફ્ટ રાતના ૨ વાગ્યા સુધી હતી. ત્યારબાદ તે જ્યારે ઘરે જવા માટે નીકળી ત્યારે પવને તેને ગાડીમાં બેસાડવાનો પણ પ્રયાસ કર્યો હતો. મહિલાએ મેટ્રો સ્ટેશન પરથી જ પોતાના એચઆર વિભાગમાં ફોન કર્યો હતો પરંતુ આરોપી વિરૂદ્ધ કોઇ કાર્યવાહી કરવામાં આવી નથી. મહિલાએ કહ્યં કે તેણે આ અંગે પોતાના પતિને જાણ કરી તથા એક ઓગસ્ટના રોજ તેણે પવન વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરી હતી. પરંતુ મેનેજર વિરૂદ્ધ કોઇ ખાસ કાર્યવાહી ન થઇ અને મહિલાને ૧૭ ઓગસ્ટના રોજ હોટલમાંથી અચાનક ટર્મિનેટ કરવામાં આવી હતી. આ ઉપરાંત આ ઘટનાવી સીસીટીવી ફુટેજ મહિલાને આપનાર યુવકને પણ નોકરીમાંથી હાંકી કાઢવામાં આવ્યો હતો.