National

દિલ્હીના પ્રદૂષણ પર એનજીટી મંત્રીનું નિવેદન ફક્ત મીડિયા માટે હતું

(એજન્સી) નવી દિલ્હી,તા.૧૩
નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ (એનજીટી)એ સોમવારે દિલ્હી સરકારને પૂછયું હતું કે, દિલ્હીમાં પ્રદૂષણ અંગેનું નિવેદન માત્ર મીડિયા માટે જ કરવામાં આવ્યું છે. એનજીટીએ ગત અઠવાડિયે દિલ્હી સરકારના કેટલાક અપવાદોને ઓડ-ઈવન યોજનામાંથી મુકિત આપી છે પરંતુ શહેરમાં ટ્રાફિકની ભીડને ઘટાડવા અંગે યોજના પણ કરી હતી. ન્યાયમૂર્તિ સ્વતંત્ર કુમારે ચુકાદો આપ્યો છે કે, દિલ્હી સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી ઓડ ઈવન યોજના માટેની મુકિત યાદીમાંથી મહિલા સરકારી અધિકારીઓ અને ટુ વ્હીલર્સને હટાવી દીધા છે. એનજીટી દ્વારા યોજના માટેની મુકિત યાદીને દુર કરાયા બાદ શહેરની સરકારે પાછળથી આ યોજનાને પડતી મુકી દીધી હતી. કેજરીવાલ સરકારના પરિવહન પ્રધાન કૈલાશ ગેહલોતે જણાવ્યું કે એનજીટીએ આદેશ આપ્યો હતો કે કટોકટીના વાહનો જેવા કે એમ્બ્યુલન્સ અને ફાયર ટેન્ડર્સના વાહનો સિવાય કોઈને પણ આ યોજનામાંથી મુકિતની અપેક્ષા હોવી જોઈએ નહીં. સરકારે એવી પણ જાહેરાત કરી હતી કે એનજીટી ઓર્ડર સામે એક સમીક્ષા હજી દાખલ કરશે.