દેના ડોક્ટર પ્લસ સ્કીમ હેઠળ ૧.૩૦ કરોડની લોન લઈ ન ભરતાં પોલીસમાં ફરિયાદ

(સંવાદદાતા દ્વારા)
સુરત,તા.૨૧
સલાબતપુરા પોલીસ મથકની હદમાં બેગમપુરા આમખાસ શેરીમાં આવેલ દેના બેંક શાખામાંથી અડાજણ વિસ્તારનો એક યુવક ડોક્ટર ન હોવા છતાં દેના ડોક્ટર પ્લાસ સ્કીમ હેઠળ ચાર વર્ષ પહેલા રૂપિયા ૧.૩૦ કરોડની લોન મેળવીને બેંકના હપ્તા નહી ભરતા આખરે બેંક અધિકારી દ્વારા ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરાય છે.
પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર અડાજણ ગ્રીન એવન્યુ-ર માં રહેતા અને બેગમપુરા આમખાસ શેરી ખાતે આવેલ દેનાબેંક શાખાના અધિકારી વિનોદકુમાર કિશોરીલાલ ભારદ્વાજ નોંધાવેલી ફરિયાદ અનુસાર ચાર વર્ષ પહેલા જહાંગીરપુરા, બીઆરપાર્ક સોસાયટીમાં રહેતા અજય દિનેશભાઇ ચૌધરી ડોક્ટર ન હોવા છતાં દેના ડોક્ટર પ્લસ સ્કીમ હેઠળ રૂપિયા ૧.૩૦ કરોડની લોન મેળવવા અરજી કરી રજૂ કરેલ ડોક્યુમેન્ટ પૈકીના એમબીબીએસ નું સર્ટી ખોટુ હોવાનું જાણવા છતાં ખરા તરીકે રજૂ કરી બેંકના લોનના ફોર્મમાં પોતે ડી.એમ.આર.ડી.ની ડીગ્રી ન ધરાવતા હોવા છતાં ડી.એમ.આરડી હોવાનું જણાવીએ ગેરેન્ટર તરીકે ભેસ્તાન, બાલકૃષ્ણ રો-હાઉસ ખાતે રહેતા જયકુમાર કેશવ પિલ્લઇને રાખીને લોન મેળવી હતી. લોન મેળવ્યા બાદ અજય ચૌધરી બેંકના નિયમ અનુસાર લોનના હપ્તા નહી ભરી આપેલા ચેક રીટર્ન કરાવતા બેંક દ્વારા સમગ્ર મામલે તપાસ કરતા બેંક સાથે વિશ્વાસઘાત અન છેતરપિંડી કરી હોવાનું બહાર આવતા સલાબતપુરા પોલીસ મથકે બંને વિરુધ્ધ ફરિયાદ નોંધાવા પામી છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks