ડેનમાર્ક : નકાબ અને બુરખા સહિત ચહેરા ઢાંકનાર તમામ પરિધાનો પર પ્રતિબંધ લદાયો

(એજન્સી)કોપનહેગન, તા. ૨
ડેનમાર્કમાં નકાબ અને બુરખા સહિત ચહેરા ઢાંકનારા બધા પરિધાનો પહેરવા સામે પ્રતિબંધ લાદીદેવામાં આવ્યો છે. શાસક ઉદારવાદી પાર્ટી વેંસ્ત્રેના માર્ક્સ નુથે જણાવ્યું કે કેટલીક રૂઢિવાદી મહિલાઓ દ્વારા પહેરવામાં આવતા વસ્ત્રો ભારે દમનકારી છે. જ્યારે પાર્ટીના બળવાખોર કાર્યકરોના જૂથનાં શાશા એન્ડર્સન આ પગલા સામે દેખાવો કરવાની યોજના બનાવી રહ્યાં છે. તેમણે બુરખા અને નકાબ પહેરવા સામે લદાયેલા પ્રતિબંધને લઘુમતી સમુદાય વિરૂદ્ધ એક પક્ષપાતી પગલું ગણાવ્યું છે. ડેનમાર્કના સાંસદોએ આ કાયદાને મે મહિનામાં મંજૂરી આપી હતી. ૨૦૧૬માં ડેનમાર્કે અન્ય એક કાયદો બનાવ્યો હતો. આ કાયદા મુજબ નવા શરણાર્થીઓના દેશમાં રોકાણ દરમિયાન થનારો ખર્ચ ચુકવવામાં મદદ મળી શકે તેના માટે નવા શરણાર્થીઓએ ઘરેણાં અને સોના જેવા કીમતી સામાન સોપવાના હોય છે. ડેનમાર્કમાં આ બુરખા પ્રતિબંધના નામે ઓળખાય છે, જેને મોટાભાગના લોકો નકાબ અને બુરખા પર પ્રતિબંધ તરીકે જુએ છે. ડેનમાર્કમાં કેટલીક મુસ્લિમ મહિલાઓ સંપૂર્ણ ચહેરો ઢાંકવાનાર વસ્ત્રો પહેરે છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks