ડેરા સચ્ચા સૌદા પ્રમુખ રેપ કેસમાં દોષિત થતાં શેરીઓમાં ધમાલ

ચંદીગઢ, તા. ૨૫
૨૦૦૨ના રેપ કેસમાં બની બેઠેલા આદ્યાત્મીક ગુરૂ ગુરમીત રામ રહીમને સીબીઆઇની સ્પેશિયલ કોર્ટે દોષિત જાહેર કર્યો હતો જેના પગલે પંજાબ અને હરિયાણામાં તેના ટેકેદારોએ વ્યાપક પ્રમાણમાં હિંસા ફેલાવી હતી. હિંસામાં આશરે ૩૦થી વધુ લોકો મોતને ભેટ્યા હતા જ્યારે ૨૫૦થી વધુ લોકો ઘવાયા છે. સીબીઆઇ જજ જગદીપસિંહે મહિલા અનુયાયીઓ પર ધર્મના નામે રેપ કરવાનો આરોપી ઠેરવી રામ રહીમને દોષિત ગણાવ્યો હતો. પંજાબ અને હરિયાણા હાઇકોર્ટના નિર્દેશ બાદ ૨૦૦૨માં સીબીઆઇએ આ કેસનીતપાસ શરૂ કરી હતી. રામ રહીમને ૨૮મી ઓગસ્ટે સજા સંભળાવાશે. ગુરમીત રામ રહીમને ઓછામાંઓછી સાત વર્ષની જેલની સજા થાય તેવી શક્યતા છે. સિરસાના મુખ્ય આશ્રમમાંથી આશરે નવ વાગ્યે નીકળ્યા બાદ પાંચ કલાક બાદ રામ રહીમ કોર્ટ પહોંચ્યા હતા. સિરસાચંદીગઢથી આશરે ૨૬૦ કિલોમીટર દૂર છે. રામ રહીમના આગમન પહેલા કોર્ટ પરિસર સેના અને પોલીસની છાવણીમાં ફેરવાઇ હતી. ગુરમીત રામ રહીમ આશરે ૨૦૦ જેટલી મોંઘેરી ગાડીઓના કાફલા સાથે કોર્ટ પહોંચ્યા હતા. ગુરમીતના અનુયાયીઓ ઠેર ઠેર માર્ગો પર તેમને જોવા માટે એકઠા થયા હતા. પંચકુલા જતી વખતે બાબાને પોલીસના ઘેરામાં લઇ જવાયા હતા. જોકે, રામ રહીમના પોતાના સિક્યુરિટી ગાર્ડ પણ તેમની સાથે હતા. દરમિયા ચુકાદો આવતાની સાથે જ લોકો માર્ગો પર હિંસા કરવા લાગ્યા હતા. ચુકાદા બાદ રામ રહીમના ટેકેદારોએ વ્યાપક પ્રમાણમાં હિંસા ફેલાવી હતી. હિંસાને રોકવા માટે પોલીસ વામણી પુરવાર થઇ હતી જ્યારે વાહનો, ઇમારતો અને પંજાબમાં રેલવે સ્ટેશનોને આગ લગાવવાના પ્રયાસો કરાયા હતા. પોલીસે સમર્થકો પર ટીયરગેસ, પાણીનો મારો ચલાવ્યો હતો અને આખરે હવામાં ફાયરિંગ પણ કર્યું હતું. દરમિયાન ગૃહમંત્રી રાજનાથ સિંહે હરિયાણાના મુક્યમંત્રી મનોહરલાલ ખટ્ટર સાથે ફોન પર વાત કરી સ્થિતિની જાણકારી મેળવી હતી. તેમણે શાંતિ જાળવવા માટે તમામ પ્રયાસોનું આશ્વાસન આપ્યું હતું. રાજનાથે કેન્દ્રીય એજન્સીઓને પણ સ્થિતિ પર નજર રાખવા જણાવ્યંુ હતું.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks