૨૦ જુલાઈથી ટ્રાન્સપોર્ટર્સની હડતાલ, કરશે દેશ ભરમાં ચક્કાજામ

નવી દિલ્હી,તા.૧૭
ટ્રાન્સપોર્ટરોના સૌથી મોટા યૂનિયન ઓલ ઈન્ડિયા મોટર ટ્રાન્સપોર્ટ કોંગ્રેસે પોતાની માગણીઓને લઈને સરકાર દ્વારા મળી રહેલા આશ્વાસનોથી તંગ આવીને હડતાલનું એલાન કર્યું છે. ટ્રાન્સપોર્ટરો વીસમી જુલાઈથી અનિશ્ચિતકાલિન હડતાલ પર જઈ રહ્યા છે. આ સ્ટ્રાઈક દરમિયાન દેશભરમાં ટ્રાન્સપોર્ટ વ્યવસ્થા અસરગ્રસ્ત થવાની સંભાવના છે.
ઓલ ઈન્ડિયા મોટર ટ્રાન્સપોર્ટ કોંગ્રેસનું કહેવું છે કે સરકાર તેને ગત ચાર માસથી ખોટા આશ્વાસનો આપી રહી છે. એઆઈએમટીસીની કોર સમિતિના અધ્યક્ષ બાલ મલકીત સિંહે કહ્યુ છે કે પરિવહન ક્ષેત્રમાં આવનારી મુશ્કેલીઓના સંદર્ભે કેટલાક મહત્વના મુદ્દાઓ પર તાત્કાલિક ધ્યાન આપવું જોઈએ અને તેનું સમાધાન કાઢવાની જરૂર છે.
આ મુદ્દાઓથી મહેસૂલની રકમમાં કોઈ પરિવર્તન થવાનું નથી. તેની સાથે જ વ્યાપારને સરળ બનાવવો તથા ભ્રષ્ટાચારને મૂળમાંથી ઉખેડવામાં મદદ મળશે. આ સૌથી મોટો મુદ્દો છે ડીઝલને જીએસટી હેઠળ લાવીને કેન્દ્ર તથા રાજ્યના ટેક્સમાં ઘટાડાના માધ્યમથી તેની કિંમતોમાં ઘટાડો કરવો.
આના સિવાય એઆઈએમટીસીએ પરિવહન વ્યવસ્થાની અડચણો દૂર કરવા માટે આખા દેશને ટોલ બેરિયરમાંથી મુક્ત કરવાની પણ માગણી કરી છે. બાલ મલકીત સિંહે કહ્યુ છે કે તેઓ ટોલની વિરુદ્ધ નથી. પરંતુ તેઓ આના સંગ્રહણની કાર્યપ્રણાલી વિરુદ્ધ છે. આ એક અપારદર્શક અને ત્રુટિપૂર્ણ કાર્યપ્રણાલી છે. આમા છૂટછાટ મેળવનારા પક્ષોમાં પરિવર્તન થયા છે.
તેના પરિણામે ઈંધણની બરબાદી અને વિલંબના કારણે વાર્ષિક ધોરણે વીસ હજાર કરોડ રૂપિયાના સંગ્રહણના મુકાબલે લગભગ દોઢ લાખ કરોડ રૂપિયાનું ભારે નુકસાન થાય છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks