ધ્રોલ તથા દુધઈ ગામમાંથી દેશી બનાવટની બંદૂક સાથે બે ઝડપાયા

જામનગર, તા.૨૯
ધ્રોલના ખારાવાડી વિસ્તારમાંથી પોલીસે એક શખ્સને દેશી બનાવટની મજલ લોડ બંદૂક સાથે પકડી પાડયો છે. જ્યારે જોડિયાના દુધઈ ગામ પાસેથી એસઓજીએ ધ્રોલના શખ્સને જામગરી બંદૂક સાથે ઝબ્બે કર્યો છે.
ધ્રોલમાં રાત્રે પોલીસ દ્વારા કરવામાં આવી રહેલા પેટ્રોલિંગ દરમ્યાન ખારાવાડી વિસ્તારમાં પહોંચેલા પોલીસ કાફલાને એક શખ્સ શંકાસ્પદ હાલતમાં જોવા મળતા તેને રોકાવી નામ-સરનામું પૂછવામાં આવતા ધ્રોલના ડફેરવાસમાં રહેતા કાદર જુમાભાઈ જુણેજા ઉર્ફે ઓઢિયા ડફેર નામના આ શખ્સના કબજામાંથી દેશી બનાવટની મજલ લોડ બંદૂક મળી આવી હતી. પોલીસે બંદૂક કબજે કરી ઓઢિયા સામે આર્મ્સ એક્ટની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે.
જામનગરની એસઓજી દ્વારા કરવામાં આવી રહેલા પેટ્રોલિંગમાં જોડિયા તાલુકાના દુધઈ ગામ પાસેથી પસાર થતા એક શખ્સ પાસે બંદૂક હોવાની બાતમી મળતા ઈન્ચાર્જ પીઆઈ એચ.બી. ગોહિલના વડપણ હેઠળ એસઓજીનો કાફલો દુધઈ ધસી ગયો હતો. ત્યાં ગોઠવવામાં આવેલી વોચ દરમ્યાન પસાર થયેલા ધ્રોલના ચામુંડા પ્લોટના રહેવાસી દોસમામદ દાઉદ મકવાણા ઉર્ફે ઢોલિયા ડફેરને આંતરી તેની તલાશી લેવાતા તેના કબજામાંથી દેશી બનાવટની જામગરી બંદૂક મળી આવી હતી. એસઓજીએ બંદૂક ઝબ્બે લઈ આ શખ્સ સામે જોડિયા પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધાવ્યો છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks