દેશના ગૃહમંત્રી રાજનાથને ગાર્ડ ઓફ ઓનર આપવાનો રાજસ્થાન પોલીસનો ઈન્કાર, ૨૫૦ પોલીસ રજા પર ઊતરી ગયા

(એજન્સી) જયપુર, તા. ૧૭
એક અભૂતપૂર્વ ઘટનાક્રમમાં રાજસ્થાનના ઓછામાં ઓછા ૨૫૦ પોલીસકર્મીઓએ ગૃહમંત્રી રાજનાથને ગોર્ડ ઓફ ઓનર આપવાનો ઈન્કાર કરી દીધો. જોધપુરના પોલીસ કર્મીઓ એક દિવસની રજા પર ઊતરી ગયા હતા. રિપોર્ટ અનુસાર પોલીસકર્મીઓના પગારમાં ઘટાડો કરવાનો કેન્દ્ર સરકારના આદેશની વિરૂદ્ધમાં આવું કરવામાં આવ્યું છે. જોધપુર પોલીસ કમિશનર અશોક રાઠોડે કહ્યું કે સોમવારે ૨૫૦ પોલીસકર્મીઓ એક દિવસથી રજા પર ઊતરી ગયા હતા. આ કોઈ મંજૂરી લઈને રજા ન હોતી પરંતુ વિરોધ પ્રદર્શનના ભાગરૂપે રજા લેવામાં આવી. આમાંના કેટલાક પોલીસકર્મીઓ રાજનાથને ગાર્ડ ઓફ ઓનર ન આપવાનો એક હિસ્સો હતો. પરંતુ તેમણે ફરજ પર હાજર થવાનો ઈન્કાર કર્યો. અમે તેમને સ્થાને બીજા પોલીસકર્મીઓ લાવ્યા હતા. જોધપુરમાં પણ બે પોલીસકર્મીઓએ ગૃહમંત્રાલયના આદેશની વિરૂદ્ધમાં પ્રદર્શન કર્યું હતું અને મૂંડન કરીને દેખાવ કર્યો. તેમને તાત્કાલિક રીતે પોલીસ લાઈનમાં મોકલી આપવામાં આવ્યા. જયપુર પોલીસ કમિશનર સંજય અગ્રવાલે કહ્યંુ કે આ ઘટનામાં તપાસનો આદેશ આપી દેવામાં આવ્યો છે. રાઠોડે કહ્યું કે વિભાગ સામૂહિક રજા પર ઊતરેલા પોલીસકર્મીઓની સામે પગલાં ભરશે. રાજસ્થાનમાં પોલીસકર્મીઓ ગૃહમંત્રાલયના આદેશ પર નારાજ છે. ગૃહમંત્રાલયના આદેશમાં પોલીસકર્મીઓના પગારમાં પાંચ હજારના ઘટાડાની વાત કરવામાં આવી છે. હાલમાં પોલીસકર્મીને પ્રતિ મહિને ૨૪,૦૦૦નું વેતન મળે છે. જેમાંથી ઘટાડો કરીને ૧૯,૦૦૦ કરવાની દરખાસ્ત કરવામાં આવી. ચાલુ મહિનાની શરૂઆતમાં થયેલા પગાર ઘટાડાને પરિણામે એસીબીના કેટલાક પોલીસકર્મીઓને ઓછું વેતન મળ્યું હતું. વિરોધ બાદ તેમને નાણાં ચૂકવવામાં આવશે તેવું પોલીસે જણાવ્યું. ઘણા પોલીસકર્મીઓને એવી આશંકા છે કે ટૂંક સમયમાં પગાર ઘટાડાના આદેશનો અમલ કરવામાં આવશે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks