દેશને હિન્દુ રાષ્ટ્ર બનાવવાનો પ્રયાસ : ત્રિપુરા મુખ્યમંત્રી

(એજન્સી) અગરતલા, તા.પ
ત્રિપુરાના મુખ્યમંત્રી માણિક સરકારે કહ્યું કે જે લોકોએ ભારતના સ્વતંત્રતા આંદોલનમાં દગો કર્યો હતો તે જ હવે ભારતને એક હિન્દુ રાષ્ટ્ર બનાવવા પ્રયાસ કરી રહ્યા છે. સંગઠન અને વ્યક્તિનું નામ લીધા વગર તેમણે કહ્યું કે જેણે ભારતની સ્વતંત્રતા સંગ્રામમાં દગો આપ્યો અને બ્રિટિશ શાસકોના એજન્ટના રૂપમાં કામ કર્યું તેવા લોકો જ હવે ભારતને હિન્દુ રાષ્ટ્ર બનાવી દેશના ધર્મનિરપેક્ષ ચરિત્રને બદલવા માંગે છે. માકપા નેતા સરકારે કહ્યું કે અમે હિન્દુઓ અને હિન્દુ ધર્મના વિરૂદ્ધ નથી અમે બધા લોકો માટે દેશ ઈચ્છીએ છીએ. ભલે તે કોઈપણ ધર્મ, જાતિ કે કંઈપણ હોય. શિક્ષક દિવસ પર શિક્ષકોને સંબોધિત કરતાં સરકારે કહ્યું કે દેશમાં માત્ર ધર્મનિરપેક્ષ મુલ્યો પર જ નહીં પણ લોકતંત્ર પર પણ હુમલો થઈ રહ્યો છે. મુખ્યમંત્રીએ કહ્યું કે, શિક્ષણને એક વ્યવસાયમાં બદલી દેવામાં આવ્યું છે. આખા શૈક્ષણિક પ્રબંધનને ખાનગીકરણ કરવાના જોરશોરથી પ્રયાસો થઈ રહ્યા છે. પ્રખ્યાત શિક્ષક અને પુરસ્કાર વિજેતા લેખિકા અપરાજિતા રોયને આ વર્ષે ત્રિપુરા સરકારના સર્વોચ્ચ શિક્ષક પુરસ્કાર પંડિત ઈશ્વર ચંદ્ર વિદ્યાસાગર પુરસ્કારથી નવાજવામાં આવ્યા હતા. આ ઉપરાંત ર૦ શિક્ષકો, ૬ સેવાનિવૃત્ત શિક્ષકો અને ૧૧ સ્કૂલોના તેમના પ્રદર્શન માટે સન્માનિત કરવામાં આવ્યા હતા.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks