દેશની જનતા રોહિંગ્યા મુસલમાનોની સાથે છે : પ્રોફેસર અપૂર્વાનંદ

(એજન્સી) નવી દિલ્હી,તા.૧૫
મ્યાનમારમાં રોહિંગ્યા સમુદાય હિંસાનો ભોગ બની રહ્યો છે અને અત્યાર સુધીમાં હજારો રોહિંગ્યા મુસલમાનનાં મોત નિપજ્યા છે, જે પછીથી રોહિંગ્યા મુસલમાનોએ મ્યાનમારમાંથી હિજરત કરવાની શરૂઆત કરી. ભારતમાં હજારોની સંખ્યામાં રોહિંગ્યાઓ શરણાર્થી તરીકે રહે છેં, પરંતુ કેન્દ્ર સરકાર આ રોહિંગ્યા મુસલમાનોને દેશની સુરક્ષા માટે જોખમરૂપ ગણી રહી છે. કેન્દ્રનું કહેવું છે કે રોહિંગ્યા મુસલમાન ભારતમાં ગેરકાયદેસર શરણાર્થી છે, તેથી તેમને તેમના દેશ પરત મોકલવામાં આવશે. સમગ્ર દેશમાં તેનો વિરોધ થઇ રહ્યો છે અને સંયુક્ત રાષ્ટ્રસંઘ પણ ભારતને અનેક વખત ચેતવણી આપી ચૂક્યું છે કે ભારત આ રીતે રોહિંગ્યાઓને દેશની બહાર હાંકી કાઢી ન શકે. દિલ્હી યુનિવર્સિટીના પ્રોફેસર અને રાજકીય વિશ્લેષક, પ્રોફેસર અપૂર્વાનંદે કેન્દ્ર સરકાર પર આકરા પ્રહાર કરતાં કહ્યું કે સરકાર રોહિંગ્યાઓને પરત મોકલવાનું વિચારતી હશે, પરંતુ દેશની જનતા તેવું નહી થવા દે. તેમણે કહ્યું કે દેશની જનતા તેમની સાથે છે. રોહિંગ્યા મુસલમાનોને લઇને દેશભરમાં પ્રદર્શન થઇ રહ્યાં છે. ભારતના મુસ્લિમો પણ મોદી સરકારના આ નિર્ણયનો વિરોધ કરી રહ્યાં છે. દિલ્હી સહિત અનેક વિસ્તારોમાં રોહિંગ્યા મુસલમાનોના સમર્થન અને મ્યાનમાર સરકાર વિરુદ્ધ પ્રદર્શનો કરવામાં આવી રહ્યાં છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks