દેશનું ભગવાકરણ કરવામાં લાગેલ મોદી સરકાર હવે શૈક્ષણિક સંસ્થાઓમાં ‘દેશભક્તિ કોન્સર્ટ’ કરાવશે

(એજન્સી) નવી દિલ્હી, તા.૩૦
દેશમાં શિક્ષણનું ભગવાકરણ કરવામાં લાગેલ મોદી સરકારે આઈઆઈટી અને સેન્ટ્રલ યુનિવર્સિટીમાં દેશભક્તિ જગાવી રાખવાનો એક અપૂર્વ ઉપાય શોધી કાઢ્યો છે. એચ.આર.ડી. મિનિસ્ટ્રી દ્વારા આ સ્વતંત્રતા દિવસ અને ભારત છોડો આંદોલનના પ વર્ષ પૂર્ણ થવાના અવસરે શિક્ષણ સંસ્થામાં ‘દેશભક્તિ મ્યુઝિક બેંડ’નો કાર્યક્રમ રાખવામાં આવશે.
નેશનલ ફિલ્મ ડેવલપમેન્ટ કોર્પોરેશનના માધ્યમથી મિનિસ્ટ્રી ઓફ ઈન્ફોર્મેશન એન્ડ બ્રાંડ કાસ્ટિંગ મ્યુઝિક બેંડની પસંદગી કરવામાં લાગ્યું છે. ભાજપના આ આદેશને પૂર્ણ કરવા એક ખાનગી એન્ટરટેઈનમેઈન્ટ કંપનીને આ મ્યુઝિક બેંડની પસંદગી કરવાનું કામ સોંપી દેવાયું છે. જે આવતા મહિને અલગ-અલગ કોલેજ અને યુનિવર્સિટીમાં જઈને પ્રદર્શન કરશે.
ર૧મી ઓગસ્ટના રોજ ૭પ સંસ્થાઓના વાઈસ ચાન્સેલર અને ડાયરેક્ટર્સને અપાયેલ આદેશ અનુસાર ‘યે ઈન્ડિયા કા ટાઈમ હૈ’ કાર્યક્રમ હેઠળ આ કોન્સર્ટને હોસ્ટ કરવામાં આવશે. આ સિવાય ‘ન્યુ ઈન્ડિયા મંથન’ના પણ સેશન થશે. ભાજપના આ અભિયાન પર એઆઈએમ આઈએમ પ્રમુખ ઓવૈસીએ કહ્યું કે શંક બેંડને આઈઆઈટીમાં મોકલાવી પાછળ સરકારનો શું ઉદ્દેશ્ય છે ? ભાજપ આ બધું લોકોને વિભાજિત કરવા જ કરી રહી છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks