દેવગૌડાની મોદીને સલાહ : મેં જાટ સમાજને અનામત અપાવી એમ તમે પાટીદારોને આપી શકો

(એજન્સી) બેંગ્લુરુ,તા.૪
પાટીદાર નેતા હાર્દિક પટેલે આમરણાંત ઉપવાસના ૧૦ દિવસ પુરા કર્યા છે. હાર્દિકની લડતમાં ભારતના અનેક નેતાઓ અને સામાજિક કાર્યકરો સમર્થનમાં આવ્યા છે. આજે ભારતના પૂર્વ પ્રધાનમંત્રી એચ.ડી. દેવગૌડાએ હાર્દિક પટેલના સમર્થનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખી પાટીદાર સમાજના પ્રશ્નો વિશે ચર્ચા કરવા મધ્યસ્થી થવા સુચવ્યું હતું. એચ.ડી.દેવગૌડાએ વધુમાં જણાવ્યું હતું કે, મારા કાર્યકાળ વખતે રાજસ્થાનમાં જાટ સમાજ દ્વારા અનામતની માંગ ઉઠી હતી. જેતે સમયે જાટ સમાજનેર્ ંમ્ઝ્રમાં ભેળવવા માટે આર્થિક પછાત પરિવારોના સર્વે માટે કમિશનની રચના કરી હતી. ત્યાર બાદર્ ંમ્ઝ્ર નેશનલ કમિશન રાજસ્થાનના જાટ સમાજને સેન્ટ્રલર્ ંમ્ઝ્ર લીસ્ટમાં સમાવવા તૈયાર થયું હતું. આ રીતે મારી સરકારે જાટ સમાજની અનામતની માંગ પુરી કરી હતી. દેવગૌડાએ નરેન્દ્ર મોદીને સુચવ્યું છે કે, તમે પણ પાટીદાર અનામત આંદોલન માટે બંધારણીય રીતે કમિશનની રચના કરો. આ ઉપરાંત ગુજરાતના મુખ્યમંત્રીએ પણ મધ્યસ્થી બની કેન્દ્ર સાથે વાટાઘાટો કરવી જોઈએ.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks