કોંગ્રેસ નેતાઓએ રામ કદમે કરેલી ટિપ્પણીની નિંદા કરી મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને કાર્યવાહી કરવા કહ્યું

(એજન્સી) તા.૬
મહારાષ્ટ્રમાં ભાજપના ધારાસભ્ય રામ કદમે છોકરીઓના અપહરણ વિશે કરેલી નિર્લજ્જ ટિપ્પણી પર પ્રતિક્રિયા આપતા મહારાષ્ટ્ર વિધાનસભાના વિપક્ષી નેતા રાધાક્રિશ્ના વિખે-પાટિલે ગુરૂવારે કહ્યું હતું કે જો મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ રામ કદમને સસ્પેન્ડ નહીં કરે તો કોંગ્રેસ શિયાળું સત્રમાં ગૃહ નહીં ચાલવા દે. વિખે-પાટિલે કહ્યું હતું કે, એક બાજુ વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકોને બાળકીઓ બચાવવાનું કહે છે બીજી તરફ તેમની જ પાર્ટીના ધારાસભ્ય જો છોકરી છોકરાના લગ્નના પ્રસ્તાવનો અસ્વીકાર કરે તો તેનું અપહરણ કરવાની ધમકી આપે છે. વિખે પાટિલે કહ્યું હતું કે છોકરીને તેની ઈચ્છા વિરૂદ્ધ લગ્ન કરવા દબાણ કરનાર રામ કદમ કોણ છે ? અમે સખત શબ્દોમાં તેની નિંદા કરીએ છીએ. મહારાષ્ટ્ર કોંગ્રેસના પ્રમુખ અશોક ચવાણે કહ્યું હતું કે કદમે સત્તાના અભિમાનમાં આ નિવેદન કર્યું છે તેમણે કહ્યું હતું કે, આ શરમજનક કૃત્ય માટે મુખ્યમંત્રી ફડણવીસ સંપૂર્ણપણે જવાબદાર છે પરંતુ તેઓ તેમના અભિમાની અને ભ્રષ્ટાચારી ધારાસભ્યનો બચાવ કરી રહ્યા છે. આ જ કારણે ભાજપના ધારાસભ્યોને કોઈ ભય નથી. આ નિર્લજ્જ નિવેદને રાજ્યમાં અસુરક્ષિત વાતાવરણ ઊભું કર્યું છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks