અમદાવાદ, તા.૫
ઢોંગી ’ઢબુડી મા’ ઉર્ફે ધનજી ઓડ ધરપકડની બીકે ભૂગર્ભમાં ઉતરી ગયો છે. એક બાજુ જનવિજ્ઞાન જાથા અને મીડિયાના અહેવાલ બાદ કાનુની સકંજાથી બચવા નાસી રહ્યો છે. ધનજી ઓડે એક વીડિયો તૈયાર કરી પોતે નિર્દોષ હોવાની આજીજી કરી છે. ધનજીએ વીડિયોમાં કહ્યું છે કે ’ છેલ્લા બે-ત્રણ રવિવારથી ગાદી ભરાઈ નથી. મારા ભક્તો ગાદીના દર્શનની રાહ જોઈ રહ્યા છે. જોકે, હું ભક્તોને કહેવા માંગું છું કે હુ ફરાર થયો નથી. હું નિર્દોષ છું. ભક્તો યોગ્ય સમયની રાહ જોજો, મારી વિરુદ્ધ તમારી ભક્તિ વિરુદ્ધ ખોટું કરનારાને મારો ભગવાન સજા આપશે.” ઉલ્લેખનીય છે કે આવતીકાલે ધનજી ઓડને ગાંધીનગર કોર્ટમાં રજૂ થવું પડે તેવી શક્યતા છે. ધનજી સામે પેથાપુર પોલીસ મથકમાં અરજી થઈ હતી જેના પગલે તેણે આગોતરા જામીન માંગ્યા હતા. અત્રે રજૂ કર્યા છે, જેના ઢબૂડી ઉર્ફે ધનજી ઓડે કહ્યું છે કે, છેલ્લા બે-ત્રણ રવિવારથી લોકોને ગાદીના દર્શન થયાં નથી. લોકો ઘણાં ઉત્સુક છે. પહેલાં લોકો હતા, હવે ભક્તો થયાં છે. લોકો ભક્ત ક્યારે બન્યાં? જ્યારે લોકોની તકલીફો દૂર થઈ ત્યારે લાખો લોકો દર રવિવારે મારા સાનિધ્યમાં આવી રહ્યા છે. દર્શને આવતાં લોકો ૨ લાખ હોય કે લાખ હોય તેને પાકા ભોજનો ખવડાવ્યાં, સતયુગમાં પણ દેવ-દાનવો હતા પરંતુ જીત સત્યની જ થઈ હતી અને જીત સત્યની જ થાય છે.જ્યારે લોકોને પોતાને અનુભવ થાય ત્યારે જ વિશ્વાસ આવે છે. મને ખબર છે, કોણ-કોણ ખોટા લોકો છે, કોણે મારી વિરુદ્ધ તમારી ભક્તિ વિરુદ્ધ આ કામ કર્યુ,હું સમય આવે એમના નામ આપીશ. બે લોકો છે, જેમણે આ કામ કર્યુ છે, દેશ-વિદેશમાં મારા ભાવિકોને ઠેસ પહોંચાડી છે.’ આપણા નજીકના માણસો પોતાનો ઘમંડ બતાવી દીધો છે. આ અજ્ઞાનીઓએ લાખો લોકોના મનને ઠેંસ પહોંચાડી છે. કેટલાય ભાવિકો દર્શનની આશાએ તડપે છે.હું તમામ ભક્તોનું કહેવા માંગું છું ધીરજ રાખો ત્યારે મોટું ફળ મળે. આંબાની મીઠી કેરી ધીરજ રાખો ત્યારે મળે. તમારી આસ્થા ટકાવી રાખો. મીડિયાનો કોઈ દોશ નથી. મીડિયાને આવ્યું એટલે તે આવ્યું છે. સાચા ખોટાનો ન્યાય કરનાર મારો રામ એ બે જણાને સજા આપશે. બે વ્યક્તિઓએ ખોટી ચડામણી કરી અને ખોટી વાતો કરી’ આજનો માણસ સ્વાર્થી છે. મેં એવું તો કીધું નથી કે ડૉક્ટર પાસે ન જાવ, દવા અને દુવા બંને લેવાનું શીખવાડવાનું કહ્યું છે. જેને શ્રદ્ધા હોય તેનું દુઃખ મટે. મારી પાસે કોઈ ચમાત્કાર નથી, તમારા ખરાબ કર્મ ન હોત તો મારી સામે તમે આવ્યા જ ન હોત. મેં કોઈને દવા બંધ કરવાનું કહ્યું નથી. તમે દુઃખી હતા એટલે જ તો મારી પાસે આવ્યાં છો. તેમ છતાં વિશ્વાસ રાખજો, હું સમય આવે આવીશ.