International

અમેરિકા ભારતની એન્ટી સેટેલાઈટ મિસાઈલ અંગે અધ્યયન કરી રહ્યું છે : અવકાશમાં ભંગારના ઢગલા અંગે ચેતવણી

(એજન્સી) વોશિંગ્ટન, તા.ર૮
અમેરિકાના વિદેશમંત્રી પેટ્રીક શનાહને એન્ટી સેટેલાઈટ શસ્ત્રો સામે વિશ્વભરના દેશોને ચેતવણી આપી કહ્યું છે કે તેનાથી અવકાશમાં ભંગારનો ખડકલો થશે. તાજેતરમાં ભારતે એન્ટી સેટેલાઈટ મિસાઈલના કરેલા સફળ પરિક્ષણ બાદ અમેરિકાનું આ નિવેદન આપ્યું છે. ફલોરિડા ખાતે સર્ધન કમાન્ડની સૈન્યની છાવણી ખાતે એક સંબોધનમાં તેમણે કહ્યું કે ભારતે છોડેલી એન્ટી સેટેલાઈટ મિસાઈલ બાદના પરિણામો અંગે તેઓ અભ્યાસ કરી રહ્યા છે. મિશન શક્તિ પર નિવેદન કરતાં અમેરિકાના વિદેશ મંત્રી વિભાગે કહ્યું કે આ મુદ્દો અમેરિકા માટે મહત્ત્વપૂર્ણ ચિંતાનો છે. તેમણે કહ્યું કે અમે ભારત સરકારના નિવેદનો પર ધ્યાન આપ્યું છે અને જણાવ્યું છે કે પરિક્ષણ અવકાશમાં કાટમાળના મુદ્દાને હલ કરવા માટે ડિઝાઈન કરાયું હતું. ભારત સાથે અમારી મજબૂત રણનીતિક ભાગીદારી છે. અંતરિક્ષ અને સુરક્ષામાં સહયોગ સહિત વૈજ્ઞાનિક અને ટેકનિકલ ક્ષેત્રોમાં સંયુક્ત હિતોને આગળ ધપાવવા આંતરિક તાલમેલ ચાલુ રહેશે. ભારતે ર૭ માર્ચના રોજ અંતરિક્ષમાં તેના એક ઉપગ્રહને જટીલ ક્ષમતાનું પ્રદર્શન કરવા એન્ટી મિસાઈલથી તોડી પડાયો. તે સાથે ભારત વિશ્વમાં ચોથો દેશ બન્યો છે જે એન્ટી સેટેલાઈટ મિસાઈલ ક્ષમતા પ્રાપ્ત કરે છે. અમેરિકા, ચીન, રશિયા પાસે આ ક્ષમતા છે. અમેરિકાને ભારતના પરિક્ષણની તરત જ જાણ થઈ હતી. તેથી સેટેલાઈટ ઓપરેટરોને સૂચિત કરી દેવાયા હતા. પત્રકારો સાથે વાતચીત કરતાં થોમ્પસને કહ્યું કે આ પ્રકારના પરિક્ષણ હંમેશા ઉપગ્રહો નિશ્ચિત રૂપથી જોખમ પેદા કરે છે. પરંતુ ભારતનું પરિક્ષણ ન્યુનતમ જોખમવાળું છે.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    International

    ઇઝરાયેલ ગાઝામાંકામચલાઉ યુદ્ધવિરામ કરાર ઇચ્છે છે : હમાસ અધિકારી

    (એજન્સી) તા.૧૬હમાસના રાજકીય બ્યુરોના…
    Read more
    International

    પેલેસ્ટીન માટે સહાય એકત્ર કરવા ભારતમાંકોઈ સંસ્થા સ્થપાઈ નથી : પેલેસ્ટીની દૂતાવાસ

    (એજન્સી) તા.૧૬નવી દિલ્હીમાં…
    Read more
    International

    ઇઝરાયેલ પર હુમલા પછી બાઇડેન ઇરાનની ઓઇલલાઇફલાઇનમાં ઘટાડો કરે તેવી શક્યતા નથી : અહેવાલ

    ગૃહમાં રિપબ્લિકન નેતાઓએ જાહેર કર્યું…
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.