ઉર્દૂ શાળામાં ચપ્પુ લઈને ઘૂસી ગયેલ કિશોરનો વિદ્યાર્થિનીને ધમકાવવાનો પ્રયાસ

સુરત, તા.૧
સુરતના લિંબાયત વિસ્તારમા આવેલી ઉર્દૂ સ્કૂલમાં એક કિશોર ચપ્પુ લઇને કલાસ રૂમમાં ઘૂસી ગયો હતો અને અભ્યાસ કરતી વિદ્યાર્થિનીને ચપ્પુ બતાવીને તેને ધમકાવવાનો પ્રયાસ કર્યો હતો. આ વાતની જાણ થતા જ સ્થાનિક લોકોનુ ટોળું એકઠુ થઈ ગયું હતું અને કિશોરને બરોબરનો મેથીપાક ચખાડ્યો હતો.
બીજી તરફ ઘટનાની જાણ થતા જ લિંબાયત પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. કિશોરને સહીસલામત રીતે પોલીસ મથકે લઇ જવામાં આવ્યો હતો અને મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો. છેલ્લા ૧૫ દિવસથી આ કિશોર વિદ્યાર્થિનીને હેરાન કરી તેની છેડતી કરતો હોવાનો આક્ષેપ કરાયો હતો.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks