સુરત,તા.૧૧
શહેરના ડીંડોલી રીઝન્ટ પ્લાઝામાં રહેતાં સંજયભાઈ શ્યામલાલ અગ્રવાલે આરોપી બાદલ રાજેશ શાહ રહે.સ્વપ્ન એપાર્ટમેન્ટ ભેસ્તાન, પ્રદીપ ઉર્ફે આપલો રહે. હાઉસિંગ બોર્ડ પાંડેસરા, લાલા રહે. પાંડેસરા તથા પાંચ જણા વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવ્યા મુજબ ડીંડોલી ખરવાસા રોડ કડોદરા પ્રિન્ટ હોટલ પાસે આરોપીઓ બે કારમાં ઘુસી આવી ફરિયાદીને કારમાં જબરદસ્તીથી બેસાડી દઈ ઢીક મુક્કીનો માર મારી ગેરકાયદે અટકાયત કરી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. બનાવ અંગે કડોદરા પોલીસે અપહરણનો ગુનો દાખલ કરી પો.ઈન્સ્પે. પી.એ. વળવીએ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળે છે.
Facebook
0
Twitter
0