ધાનેરામાં મુખ્યમંત્રીના સૂત્રના ધજિયા : સાચો રહી ગયો ને ખોટો સહાય લઈ ગયો

(સંવાદદાતા દ્વારા) પાલનપુર, તા.૧૧
બનાસકાંઠા જિલ્લાના ધાનેરાની કે જ્યાં લોકો મોત સામે ઝઝૂમી જિંદગી બચાવી છે લોકોએ જિંદગી તો બચાવી પણ લોકો પાસે જીવન જીવવા માટે સામગ્રી નથી બચી નથી બચ્યા ઘર કે નથી બચી ઘરવખરીનો સામાન ત્યારે ગુજરાતના માનનીય મુખ્યમંત્રી રૂપાણીએ લોકોને સહાયનું આશ્વાસન આપ્યું હતું પરંતુ ધાનેરામાં તો કૈક અવળી જ ગંગા જોવા મળી રહી છે.
ધાનેરા પૂરનું પાણી ફરીવળતા લોકો પાયમાલ બની ગયા છે, લોકોના ઘર સહીત ઘર વખરીનો સામાન પણ પાણીમાં તણાઈ જવા પામ્યા છે લોકો સહીત અસંખ્ય પશુઓ પણ મોતને ભેટ્યા છે ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને આરોગ્ય મંત્રી શંકરભાઇ ચૌધરી તાત્કાલિક ધાનેરા દોડી આવ્યા અને લોકોને જીવન જીવવા માટે એક સહાય રૂપે ઉત્સાહ આપ્યો અને કહ્યું કે ધાનેરામાં તાત્કાલિક સહાય આપવામાં આવશે અને સહાય એવી રીતે આપવામાં આવશે કે સાચો રહી ન જાય અને ખોટો લઈ ન જાય પરંતુ અહીંયા તો જાણે કૈક અવળી જ ગંગા જોવા મળી રહી છે કે સાચા લોકો સુધી હજુ સુધી સહાય નથી પહોંચી અને ખોટા લોકો સહાય લઇ ગયા છે, ધાનેરામાં પરિવારનું સમગ્ર ઘર ધરાશય થયું છે ઘરમાં કશું જ બચ્યું નથી અને પરિવાર નિરાધાર બની ગયો છે પરંતુ હજુ સુધી આ પરિવાર સુધી નથી તો પહોંચી સહાય કે નથી પહોંચી કેશડોલ ધાનેરામાં સાચા પૂરગ્રસ્તો ધ્વારા તંત્રને વારંવાર રજૂઆત કરવા છતાં પણ તંત્રના અધિકારીઓ લોકો સુધી સહાય નથી પહોંચાડતા લોકોના ઘરમાં પૂરના પાણી ઘુસી ગયા તમામ માલ સામગ્રી પાણીમાં તણાઈ ગઈ ત્યારે સહાય માટે તંત્રના અધિકારી લોકો પાસે ડોક્યુમેન્ટ માંગે છે લોકો પાસે કશું જ બચ્યું નથી તો ડોક્યુમેન્ટ ક્યાંથી બચ્યા હશે તે પણ એક મોટો સવાલ છે
આ બાબતે અમારી ટિમ ધ્વારા કેશડોલ વિતરણ કરનાર અધિકારીનો સંપર્ક કરતા તેને જણાવ્યું હતું કે જે લોકો પાણી દરમ્યાન તેમનું ઘર છોડી ચાલ્યા ગયા તેવા લોકોને સહાય નથી અપાઈ અને હવે જે લોકો રજૂઆત કરે છે તેને અમે પૂરતા ડોક્યુમેન્ટ લઇ સહાય આપવાનું કામ ચાલુ કર્યું છે તો બીજી તરફ લોકો જણાવી રહ્યા છે કે કેશડોલ સહાયમાં મોટો ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યો છે જે લોકોના ઘરમાં પાણી નથી ગયા તેવા લોકો અને બે માળના ઘર વાળા લોકોને કેશડોલ અપાઈ રહી છે અને સાચા પૂરગ્રસ્તો અત્યારે પણ સહાયથી વંચિત જોવા મળી રહ્યા છે અને લોકો માંથી સુર સાંભળવા મળી રહ્યા છે કે કેશડોલ વિતરણ કરનાર અધિકારી વાલા દવલાની નીતિ અપનાવે છે અને જાતિવાદ અપનાવે છે.
ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ધ્વારા ધાનેરાને સૂત્ર આપવામાં આવ્યું હતું કે સાચો રહી ન જાય અને ખોટો લઈ ન જાય તે સૂત્રની ધાનેરા ભારે અવગણના જોવા મળી રહી છે સાચા લોકો રહી ગયા અને ખોટા સહાય લઈ ગયા માટે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી આ બાબતે તાત્કાલિક તપાસ કરાવે તેવું ધાનેરાના લોકો ઇચ્છી રહ્યા છે.
ધાનેરામાં મકાન તેમજ દુકાન સર્વેમાં પણ ગોલમાલ કરતાં અધિકારી તથા એન્જિનિયર
ધાનેરામાં તા.૨૪-૭-૨૦૧૭નાં રોજ અતિભારે વરસાદ તથા પુરથી લોકો લોકોનાં માલ સામાનને નુકસાન થયેલ છે તેમજ દુકાનો તેમજ લારી ગલ્લાઓ ખેચાઇ ગયેલ છે મકાનો ફાટી ગયેલ છે ત્યારે એન્જીનીયર ઘરની બાહર ઊભા રહીને અવું કહે છે કે તમારે કોઇ નુકસાન નથી સર્વે કરનાર અધિકારીઓ પોતાના પર આવેલ જવાબદારીઓ માથા પરથી ખભાપર કરી સર્વે કામ કરી રહયા છે
બહારથી આવેલ અધિકારી તથા એન્જીનીયર રાજકારણ તથા વ્યકિતગત લાગવગથી સર્વે કરી રહ્યા છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks