દેવગઢબારિયા, તા.૧
ધાનપુરમાં હાટમાં બન્ને પક્ષેના કાર્યકરોએ પ્રચાર દરમ્યાન સામ-સામે આવી જતાંં પથ્થરમારો કરતાં હાટમાં અંધાધૂધી ફેલાઈ જતાં પોલીસે ઘટનાસ્થળે પહોંચીને પરિસ્થિતિને કાબુમાં લીધી હતી તથા બન્ને પક્ષે સામ-સામે કોર્સ ફરિયાદ નોંધાવતા ભાજપના કાર્યકરોએ રાયોટીંગના અને આર્મ એકટ ગુનામા કોગ્રેસના ઉમેદવાર ભરતભાઇ વાખળા સહિત નામ જોગ ર૩ જણાં તથા અજાણ્યા ર૦૦ ઈસમો વિરૂદ્ધ નિલેશભાઈ ખાબડે ફરિયાદ નોંધાવી હતી. જ્યારે કોંગ્રેસના કાર્યકરો પર કરેલા પથ્થર મારો કરેલો જેથી રાયોટિગના અને આર્મ એકટના ગુનામા ભાજપના ના ઉમેદવાર બચુભાઈ ખાબડ સહિત નામ જોગ ર૯ જણાં તથા અજાણ્યા ર૦૦ ઈસમો વિરૂદ્ધ કોંગ્રેસના ઉમેદવાર ભરતભાઈ વાખળાએે ફરિયાદ નોંધાવી હતી. ગતરાત્રીના બનેલ ઘટનાને પગલે દેવગઢબારીયા પોલીસે પગલાં લીધા હતા. ગતરાત્રિના પોલીસે પેટ્રોલિંગ દરમ્યાન દેવગઢબારીયામાં ભાજપના ઉમેદવાર બચુભાઈ ખાબડ તથા એક સફેદ કલરની બોલેરો ગાડી GJ૨૦ N૧૧૧૮ના ચાલક અને GJ ૨૦ A ૯૯૩૭ નંબરની સફેદ કલરની સ્કોરપિયો ગાડીનાચાલક વિરૂદ્ધ પોલીસે આર્મ એકટ કલમ રપ (૧-બી)(એ)૨૭ તથા IPC ૧૮૮ મુજબ ગુનો નોંધ્યો હતો. ૧૩૪ દેવગઢબારીયા વિધાનસભામાં બન્ને પક્ષના કાર્યકરોના સામ-સામે અથડામણના પગલે પોલીસે ચુસ્ત બદોબસ્ત કરી ચેકીંગ કરતા રાત્રિના સમયે પોલીસને જોઈ બન્ને ગાડીના ચાલક ફરાર થઈ ગયા હતા. પોલીસે બન્ને ગાડીની તપાસમાં બારબોરની બંદૂક મળી આવતા જાહેરનામાના ભંગ બદલ દેવગઢબારીયા સીપીઆઇ આર.એસ.ડામોરે નોંધાવી ફરિયાદમાં ૧૩૪ દેવગઢબારીયાના ભાજપના ઉમેદવાર બચુભાઈ ખાબડનો ઉલ્લેખ કરાયો છે.