ધર્મનિરપેક્ષ પક્ષોએ ભાજપને પરાજિત કરવા એક મંચ ૫ર આવવાની જરૂર : વિપક્ષી નેતા

(એજન્સી) તા.૧ર
વિપક્ષના કેટલાક નેતાઓએ આગામી લોકસભા ચૂંટણીમાં ભાજપને પરાજિત કરવા માટે ધર્મનિરપેક્ષ પક્ષો વચ્ચે એકજૂથતા લાવવાની અપીલ કરતાં દાવો કર્યો છે કે કટોકટીની જેમ હાલમાં લોકતંત્ર પણ ખતરામાં છે. જદયુ નેતા શરદ યાદવ અને માકપા મહાસચિવ સીતારામ યેચુરીએ વિપક્ષી પાર્ટીઓ માટે એ વાતની જરૂરિયાતનો પણ ઉલ્લેખ કર્યો કે જો એક સંપૂર્ણ એકજૂથતા સંભવ નથી તો એક મહત્તમ સંભવિત એકરુપતા માટે કામ કરવાની જરુર છે. શરદ યાદવે જયપ્રકાશ નારાયણની ૧૧પમી જયંતીના અવસરે એક કાર્યક્રમમાં કહ્યું કે ર૦૧૮ની લોકસભા ચૂંટણી લડવા માટે વિપક્ષી પાર્ટીઓએ એક મંચ પર આવવું પડશે અને આ જ જેપીને સૌથી મોટી શ્રદ્ધાંજલિ ગણાશે. ઉલ્લેખનીય છે કે જેપીએ ઇન્દિરા ગાંધીના વડપણ હેઠળની કોંગ્રેસ સરકાર વિરુદ્ધ વિપક્ષને એકજૂથ બનાવ્યો હતો જેનાથી ૧૯૭૭માં લોકસભા ચૂંટણીમાં આ પાર્ટીને ભૂંડી હારનો સામનો કરવો પડ્યો હતો. ઇન્દિરાની કટોકટી બાદ આ ચૂંટણી યોજાઇ હતી. માર્ક્સવાદી કોમ્યુનિસ્ટ પાર્ટીના પોલિટ બ્યૂરોના સભ્ય પ્રકાશ કરાતે પણ કહ્યું કે ભાજપના હિન્દુત્વના એજન્ડાનો સામનો કરવા માટે તમામ ધર્મનિરપેક્ષ તાકાતોએ એકજૂથ થવાની જરુર છે.
કરાત અહીં પાર્ટી નેતા દિવંગત મોતુરી હનુમંત રાવના શતાબ્દી સમારોહના અવસરે નવ ઉદાર નીતિઓ, અધિકારિકતા સાંપ્રદાયિક નીતિઓના વિકલ્પ મુદ્દે આયોજિત એક કાર્યક્રમને સંબોધી રહ્યાં હતા. તેમણે કહ્યું કે ભાજપે રાજકીય હિત માટે નવ ઉદારવાદી નીતિઓ અને સાંપ્રદાયિકતાનો પણ લાભ ઊઠાવ્યો છે. નવ ઉદાર નીતિઓની શોધમાં સાંપ્રદાયિક તાકાતોએ તેમનો આધાર એવો વધાર્યો છે કે તેની શક્તિ સત્તા હડપી લેવાના સ્તર સુધી વધી ગઇ છે. આ લોકોએ એકસૂરમાં કહ્યું હતું કે ભાજપનો મેન્ટર આરએસએસ છે અને તે આ દેશને હિન્દુ રાષ્ટ્રમાં પરિવર્તિત કરવા માગે છે. તેમની આ રણનીતિને ક્યારેય સફળ થવા ન દેવાય. હાલમાં મોદીની તમામ રણનીતિઓ વિરુદ્ધ તમામ ધર્મના લોકો રોષમાં છે. બંને ટોચના વિપક્ષી નેતાઓએ જીએસટી અને નોટબંધી મામલે પણ મોદી સરકારને આડે હાથ લીધી હતી અને આકરા ચાબખા માર્યા હતા.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks