(સંવાદદાતા દ્વારા) સુરત,તા.૧૮
આજે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની મળેલી સામાન્ય સભામાં શાસક પક્ષે વિપક્ષી સભ્યોને બોલવા નહીં દેતા વિપક્ષી સભ્યો નટુભાઈ પટેલ, શફીભાઈ જરીવાળા બોર્ડમાં જ ધરણા ઉપર બેસી જઈ શાસક પક્ષની સામે દેખાવો કર્યો હતો. કોગ્રેસી સભ્યના ધરણામાં સુરત શહેર કોગ્રેસ પ્રમુખ હસમુખ દેસાઈ અને કોર્પોરેટર અસલમ સાઈકલવાલા પણ જોડાયા હતા.
શાળા સમિતિના અધ્યક્ષ હસમુખ પટેલ પારિવારિક કામ અર્થે બહાર ગામ હોવાથી આજની બોર્ડ ઉપાધ્યક્ષ શશીકલાબેન યાદવના અધ્યક્ષ સ્થાને મળી હતી. એજન્ડા ઉપરના તમામ કામો (એક સિવાય) મંજૂર કરી દેતા શાસક પક્ષે વિપક્ષી સભ્યોને બોલવા દેવામાં ન આવ્યા હતા. જેના વિરોધમાં વિપક્ષી સભ્ય નટુ પટેલ, શફી જરીવાળા ધરણા ઉપર બેસી ગયા હતા. વિપક્ષી સભ્યોએ જણાવ્યું હતું કે, શિક્ષણ સમિતિનો કારભાર કથળી ગયો છે. આજની બોર્ડમાં અમો શિક્ષકોની ઘર, યુનિફોર્મ, બુટ, મોજા સમયસર મળતાં નથી બેન્ક બદલવાનો મનસ્વી સહિતના મુદ્દે અમારી રજૂઆત કરી હતી, પરંતુ શાસક પક્ષે અમારી રજૂઆત સાંભળવાને બદલે કામો મંજૂર કરી દીધા હતા.