દલિત યુવક પર હુમલો કરનાર આરોપીઓની ધરપકડની માંગ

(સંવાદદાતા દ્વારા) આણંદ, તા. ૬
આણંદ જિલ્લાનાં સોજીત્રા તાલુકાના બાલિન્ટા ગામે આજથી પંદર દીવસ પુર્વે દલીત સમાજના યુવક પર ગામના માથાભારે સખ્સો દ્વારા હુમલો કરી ગંભીર ઈજાઓ પહોંચાડી જાતીય અપમાન કરી જાનથી મારી નાખવાની ધમકી આપવાના બનાવમાં પોલીસ દ્વારા હજુ સુધી આરોપીઓની ધરપકડ નહીં કરાતાં આજે દલીત અત્યાચાર સંઘર્ષ સમીતી દ્વારા કલેકટરને આવેદનપત્ર આપી ત્વરીત પગલાં ભરવાની માંગ કરવામાં આવી છે. તેમજ જો આરોપીઓની તાકીદે ધરપકડ કરવાની માંગ કરી છે.
ાાલિન્ટા ગામે રોહીતવાસમાં રહેતાં વીનુભાઈ મગનભાઈ રોહીત પર ગત તા.ર૦-૭-ર૦૧૮ના રોજ ગામમાં રહેતાં કીશનભાઈ દીપકભાઈ દવે, ભલાભાઈ આશાભાઈ સોલંકી, રાહુલભાઈ અરવીંદભાઈ સોલંકી, જાનાભાઈ મનુભાઈ સોલંકી સહીત ચાર જણાંએ હુમલો કરી ગંભીર હથીયારો વડે મારમારી જાતી વીષયક ટીપ્પણીઓ ઉચ્ચારી અપમાન કરી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી. પરંતુ આ ઘટનાને આજે ૧પ દીવસ વીતવા છતાં પોલીસ દ્વારા આરોપીઓની ધરપકડ કરવામાં આવી નથી. આજે દલિત અત્યાચાર સંઘર્ષ સમીતીનાં નેજા હેઠળ દલીત આગેવાનોએ કલેકટર દીલીપ રાણાને આવેદનપત્ર આપી આ ઘટનામાં સંડોવાયેલા આરોપીઓની તાત્કાલિક ધરપકડ કરવી, પીડિત પરીવારને પોલીસ રક્ષણ આપવું, એટ્રોસીટીના બનાવમાં પોલીસ દ્વારા પીડીત પરીવાર સામે ક્રોસ ફરીયાદ દાખલ કરવામાં આવી છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts