નવી દિલ્હી,તા.૫
ઈંગ્લેન્ડ સામે ખરાબ રીતે ટેસ્ટ સીરીઝ હારનાર ટીમ ઈન્ડિયા હાલમાં વેસ્ટ ઈન્ડિઝ સામે ઘરઆંગણે રમી રહી છે ત્યારે ટીમમાં અંદરખાને તડા પડ્યા હોવાની અટકળોને વેગ મળી રહ્યો છે.
એક અખબારે કરેલા ઘટસ્ફોટ પ્રમાણે ટીમના કેટલાક સિનિયર પ્લેયર કેપ્ટન કોહલી અને ટીમ મેનેજમેન્ટથી ખુશ નથી. આ પહેલા રોહિત શર્મા ઈન્સ્ટાગ્રામ પર વિરાટ કોહલીને અનફોલો કરી ચુક્યો છે. એ પછી શિખર ધવનની ટીમમાંથી બાદબાકીના કારણે અંદરખાને કંઈક રંધાઈ રહ્યુ હોવાની અટકળો થઈ રહી છે.
હિન્દી અખબારે દાવો કર્યો છેકે ઈંગ્લેન્ડ પ્રવાસે વિરાટની પત્ની અનુષ્કા અને ધવનની પત્ની વચ્ચે તકરાર થઈ હતી.જે પછી ધવનને પડતો મુકાશે તેવુ કહેવાતુ હતુ. જોકે ઈંગ્લેન્ડ સિરિઝમાં ધવનનો દેખાવ કંગાળ રહ્યો હતો.આમ છતા એશિયા કપમાં તેણે ફરી ફોર્મ મળવ્યુ હતુ.
જોકે બીસીસીઆઈએ આ તમામ અટકળોને સાવ ખોટી ગણાવી છે. જોકે સોશ્યલ મીડિયા પર અહેવાલ વાયરલ થઈ રહ્યો છે અને રાબેતા મુજબ બંને પક્ષો તરફથી કોમેન્ટસ શરુ થઈ ગઈ છે.