ધોળકા-બાવળામાં લૂંટ અને ડીઝલ ચોરી કરનાર ઈસમની ધરપકડ

(સંવાદદાતા દ્વારા) બાવળા, તા.૭
ભારવાહક વાહનની ડીઝલ ટાંકીમાંથી ડીઝલની ચોરી કરી તરખાટ મચાવનાર ડીઝલ ચોરીના ગુના આચરતી ગેંગના નાસતા-ફરતા સાગરીતને અમદાવાદ રેન્જ આર.આર.સેલે ઝડપી પાડેલ છે.
પો.સ.ઈ. એન.એ.દેસાઈના માર્ગદર્શન હેઠળ આર.આર.સેલની ટીમને મળેલી સૂચના મુજબ એ.એસ.આઈ. હિતેન્દ્રકુમાર જીવણલાલને ચોક્કસપણે બાતમી હકીકત મળેલ કે બાવળા પો.સ્ટે. ફ.ગુ.ર.નં.રર/૧પ, ઈપીકો કલમ ૩૯૪, ૧૧૪ વગેરે મુજબના લૂંટના ગુનામાં ઘણા સમયથી નાસતો-ફરતો આરોપી સનાથલ સર્કલ આવનાર છે. જે હકીકત આધારે એ.એસ.આઈ. હિતેન્દ્રકુમાર તથા એ.એસ.આઈ. અજીતસિંહ મનુભા તથા પો.કો.મહેન્દ્રસિંહ હરિસિંહ વગેરે સેલની ટીમે આયોજનપૂર્વક નાકાબંધી કરી આરોપી મોહંમદનૌશાદ અશરફભાઈ શેખ રહે. ઈ/ર/૩ મહેર રો-હાઉસ, હરિયાલીનગર પાસે, બોમ્બે હોટલની ગલી, દાણીલીમડા, અમદાવાદને ઝડપી લીધેલ છે. આ પકડાયેલ વોન્ટેડ આરોપીને બાવળા પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે.
આરોપીની ગુનો કરવાની પદ્ધતિ
પાર્ક કરેલ ટ્રક જેવા મોટ વાહનોમાંથી ડીઝલ ટેન્કની ચોરી કરતા ટ્રકના ડ્રાઈવર ક્લિનર જાગી જાય તો ભાગી જવું અથવા તો ડ્રાઈવર ક્લિનરનો સામનો કરી માર મારવો તેમજ ડ્રાઈવર ક્લિનરને બાંધી રાખી તેની હાજરીમાં ટેંકમાંથી ડીઝલ કાઢી લેવું વગેરે પ્રકારે આ ગેંગ ડીઝલ ચોરી કરતી હતી. તે મુજબ બાવળા/ધોળકા વિસ્તારમાં લૂંટ સહિત પ૦ કરતા વધુ ડીઝલ ચોરીના ગુનાઓનો અંજામ આપેલ છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks