ધોળકા વિધાનસભા બેઠક પર ભૂપેન્દ્રસિંહનો માત્ર ૩૨૭ મતે વિજય

(સંવાદદાતા દ્વારા) ધોળકા, તા.૧૮
પ૮-ધોળકા વિધાનસભા બેઠકની આજે અમદાવાદની પોલિટેકનિક કોલેજમાં યોજાયેલી મતગણતરીમાં ભારે ચઢાવ ઉતારના અંતે ભાજપના ઉમેદવાર અને રાજ્યના મહેસૂલ અને શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ મનુભા ચુડાસમાનો માત્ર ૩ર૭ મતે વિજય થયો છે. ૫૮-ધોળકા વિધાનસભા બેઠક મતગણતરી આજે અમદાવાદની પોલિટેકનિક કોલેજમાં સવારના ૮ વાગ્યાથી શરૂ કરવામાં આવી હતી. ઘણા ચઢાવ-ઉતાર અને ઉતેજના બાદ છેલ્લે ચૂંટણી અધિકારીએ ભાજપના ઉમેદવાર ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને ૩૨૭ મતે વિજેતા જાહેર કર્યા હતા. કયા ઉમેદવારે કેટલા મતો પ્રાપ્ત કર્યા તેના પર નજર નાખીએ તો ભાજપના ઉમેદવાર ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને ૭૧૫૩૦ મત, કોંગ્રેસના ઉમેદવાર અશ્વિનભાઈ રાઠોડને ૭૧૨૦૩ મત, અપક્ષ શક્તિસિંહ સિસોદિયાને ૪૨૨૨ મત, બહુજન સમાજ પક્ષના ભાઈલાલભાઈ પાંડવને ૩૧૩૯, અપક્ષ રમણભાઈ વાઘેલાને ૩૧૧૦ મત અને એનસીપીના હરીભાઈ મકવાણાને ૧૧૯૮ મત, બહુજન મુક્તિપાર્ટીના મહેન્દ્રકુમાર જાદવને ૧૧૦૪ મત, અપક્ષ મશરૂભાઈ મકવાણાને ૮૭૧ મત, અપક્ષ અલ્પેશસિંહ વાઘેલાને ૭૦૯ મત, અપક્ષ ભરતભાઈ ઠાકોરને પરર મત, અપક્ષ કાળુભાઈ રાઠોડને ૪ર૦ મત, અપક્ષ ગોવિંદભાઈ ગોળને ર૪૮ મત અને અપક્ષ જાવેદમિયાં કાદરીને રર૧ મત મળ્યા છે જ્યારે નોટામાં ર૩૪૭ મત પડ્યા હતા. ભાજપના ભૂપેન્દ્રસિંહ ચુડાસમા માત્ર ૩ર૭ મતોથી જીત્યા હોવાથી ધોળકામાં ભાજપ દ્વારા વિજય સરઘસ કાઢવામાં આવ્યું ન હતું. કોંગ્રેસના ઉમેદવાર અશ્વિનભાઈ રાઠોડે રિકાઉન્ટીંગની માગણી કરી હતી. પરંતુ તંત્ર દ્વારા માન્ય ના રખાતા હાઈકોર્ટમાં પડકારવના ચક્રોગતિમાન કરાયા હોવાનું કોંગ્રેસના સૂત્રોમાંથી જાણવા મળ્યું છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks