Gujarat

ધોળકામાં કોંગ્રેસ કાર્યકરોને બૂથ મેનેજમેન્ટના પાઠ ભણાવાયા

(સંવાદદાતા દ્વારા) ધોળકા,તા.૪
ધોળકા ખાતે આગામી વિધાનસભાની ચૂંટણીને ધ્યાને લઈને પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ સિદ્ધાર્થ પટેલ તથા ધોળકાના કોંગ્રેસના ચૂંટણી નિરીક્ષક પ્રવીણભાઈ પટેલ દ્વારા કોંગ્રેસ આગેવાનો તથા કાર્યકરોને બૂથ મેનેજમેન્ટના પાઠ ભણાવાયા હતા.
પ્રાપ્ત માહિતી મુજબ પ૮ ધોળકા વિધાનસભા કોંગ્રેસ દ્વારા ધોળકા નગરપાલિકા વિસ્તારમાં ૬ર બૂથ, બાકીના ૧૯૮ બૂથો મળી કુલ ર૬૦ બૂથોના પ્રમુખો તથા બીએલએ અને કોંગ્રેસ આગેવાનો કાર્યકરોની એક મીટિંગ તાજેતરમાં સરદાર પટેલ કોમ્યુનિટી હોલ ધોળકા ખાતે મળી હતી. આ મીટિંગમાં ઉપસ્થિત ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ સિદ્ધાર્થ પટેલ, ધોળકા, વિધાનસભા ક્ષેત્રના કોંગ્રેસના નિરીક્ષક પ્રવીણભાઈ પટેલ, કોંગ્રેસ અગ્રણી મુર્તુઝાખાન પઠાણે ઉપસ્થિત કોંગ્રેસના કાર્યકરોને બૂથ મેનેજમેન્ટની તાલીમ આપી હતી. આ કાર્યક્રમમાં આખો હોલ ખીચોખીચ ભરાઈ ગયો હતો. કોંગ્રેસ કાર્યકરોનું મનોબળ હવે મજબૂત બન્યું હોવાનું પ્રતીત થયું હતું. જો કોંગ્રેસ દ્વારા મજબૂત ઉમેદવાર મેદાનમાં ઉતારવામાં અવો તો આગામી વિધાનસભાની ધોળકા સીટ કોંગ્રેસના ફાળે જાય તો નવાઈ નહીં. આ મીટિંગમાં માજી નગરપતિ હરિશભાઈ પરમાર, મશઉદખાનજી તાલુકદાર, મનસુર ખાનજી તાલુકદાર, ગુલામ હુસેન મોમીન (બકરાવાલા), અનવરભાઈ મોમીન, ઐયુબખાન પઠાણ, જગદીશ પાઠક, રફીકભાઈ રાધનપુરી, અમીરભાઈ વ્હોરા, મધાભાઈ વેગડા, ફિરોજખાન પઠાણ, સાકીરમિંયા મલેક સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસ કાર્યકરોએ હાજર રહી બૂથ મેનેજમેન્ટની મીટિંગને સફળ બનાવી હતી.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    GujaratHarmony

    ભરૂચની પટેલ વેલ્ફેર હોસ્પિ.માં કોમી એકતાનો અનોખો કિસ્સો મુસ્લિમ મિત્રોની મદદથી સુરતનો ચંદન મોત સામેનો જંગ જીતી ગયો

    માતા-પિતાના અવસાન બાદ બે બહેનોન…
    Read more
    Gujarat

    વટામણ-ધોલેરા હાઇવે પર ભોળાદ ગામ નજીક કાર-ટ્રક વચ્ચે સર્જાયેલ ગોઝારા અકસ્માતમાં અમદાવાદના એક જ પરિવાના ચારનાં મોત

    શાહપુર વિસ્તારના લોકો ઇદ નિમિત્તે…
    Read more
    CrimeGujarat

    સુરતના VR મોલને મળ્યો ધમકીભર્યો મેઈલ જેટલાને બચાવવા હોય તેટલાને બચાવી લો, બ્લાસ્ટ કરવામાં આવશે

    પોલીસે બે હજારથી વધુ લોકોને બહાર…
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.