(સંવાદદાતા દ્વારા) બાવળા, તા.ર૪
અમદાવાદ ગ્રામ્ય જિલ્લામાં ગેરકાયદેસર નશીલા માદક પદાર્થોનું વેચાણ તથા હેરાફેરી કરતાં ઈસમો પર સતત વોચ રાખી સફળ રેઈડ કરી આ બદીને સદંતર નેસ્તનાબૂદ કરવા તથા યુવાધનને નશીલા પદાર્થના વ્યસનથી બરબાદ થતું અટકાવવા સારૂં જિલ્લા પોલીસ અધિક્ષક આર.વી.અસારીએ એસ.ઓ.જી. શાખાના પો.સ.ઈ. વી.એમ.કોલાદરાને આ બાબતે કાર્યવાહી કરવા સૂચના તથા માર્ગદર્શન આપેલ. જેના આધારે પો.સ.ઈ. વી.એમ.કોલાદરાને નશીલા પદાર્થ ગાંજો લઈ હોન્ડા ડ્રીમ યુગા મો.સ.નંબર જી.એ.૦૧ એસ.જી. ૯૮ર૮ ઉપર બે ઈસમો ચલોડા તરફથી બગોદરા તરફ જનાર છે તેવી હકીકત મળેલી જેના આધારે એલ.સી.બી. પો.ઈન્સ. જે.એમ.ચુડાસમાને હકીકતની જાણ કરી તેઓને હકીકત વાળી જગ્યાએ બોલાવી બદરખા-ચલોડા રોડ ઉપર વોચમાં રહેલા. દરમ્યાન બદરખા રોડ ચલોડા તરફથી એક મો.સા.ડબલ સવારીમાં આવતું હોય જેને ઊભું રાખી તપાસ કરતાં જે બાતમી વર્ણનવાળું હોન્ડા ડ્રીમ યુગા મો.સા.નં. જી.જે.૦૧ એસ.જી. ૯૮ર૮નું હોય જે બંને ઈસમોના નામ ઠામ પૂછતા (૧) મનુજી ઉર્ફે ગોલકો જગાજી ઠાકોર ઉ.વ.૩ર રહે.ચલોડા ગામ કાવીઠીયાનો વાસ તા. ધોળકાના હોવાનું જણાવેલ. બંને ઈસમોની જડતી તપાસ કરતાં જગાજી મોતીજી ઠાકોરના ખોળામાં એક લાલ કલરની કપડા જેવી થેલીમાં રપ૧૦ ગ્રામ માદક પદાર્થ ગાંજો મળી આવેલ. જેની કિંમત રૂા.રપ૦૦૦ની આશરે ગણી તથા આરોપીની અંગજડતીમાંથી મોબાઈલ ફોન નંગ-૧ કિં.રૂા૩૦૦૦ તથા હોન્ડા ડ્રીમ યુગા મો.સા.નં.જી.જે.૦૧ એસ.જી.૯૮ર૮ની કિ.રૂમ.ર૦૦૦૦ની ગણવામાં આવેલ. આ બંને ઈસમો નશીલા માદક પદાર્થની હેરાફેરી કરતાં હોય બંને ઈસમોની કાયદેસર ધરપકડ કરવામાં આવેલ અને તેઓની વિરૂદ્ધમાં ધોળકા રૂરલ પો.સ્ટે. સે.ગુ.ર.નં.૭૪/૧૭ એન.ડી.પી.એસ. એક્ટ ૧૯૮પની કલમ ૮(સી) ર૦બી, રર,ર૯ મુજબનો ગુનો રજીસ્ટર કરાવેલ છે અને આ કામની આગળની તપાસ ધોળકા રૂરલ પો.સ.ઈ. કરી રહેલ છે.