નવી દિલ્હી, તા.૭
સેહવાગે ધોનીને સલાહ આપી છે કે મોટા લક્ષ્યાંકનો પીછો કરતા પહેલાં બોલથી ફટકારવાનું શરૂ કરે અને ભારતીય ટીમ મેનેજમેન્ટને પણ કહ્યું કે દબાણમાં ચાલી રહેલા પૂર્વ કપ્તાનને ટી-ર૦ ટીમમાં તેની ભૂમિકા વિશે જણાવે. સેહવાગે કહ્યું કે ધોનીને ટીમમાં પોતાની ભૂમિકા સમજવી પડશે. તેણે મોટા સ્કોરનો પીછો કરતાં શરૂઆતથી જ ઝડપથી રન બનાવવા પડશે. ટીમ મેનેજમેન્ટે તેને આ વિશે જણાવવું પડશે. તેણે જો કે એમ પણ કહ્યું કે કોહલીના નેતૃત્વવાળી ટીમને ધોનીની જરૂર છે. વીરૂએ કહ્યું કે ટીમ ઈન્ડિયાને હાલ ધોનીની જરૂર છે. ટી-ર૦ ક્રિકેટમાં પણ. તે યોગ્ય સમય આવશે ત્યારે સંન્યાસ લેશે અને ક્યારેય યુવા ખેલાડીઓ માર્ગ રોકશે નહીં.