ધોની હજી પણ અમારો કપ્તાન છે : ચહલ

નવી દિલ્હી, તા.રપ
ભલે ધોની ટીમ ઈન્ડિયાનો કપ્તાન નથી રહ્યો પણ તેની અંદર રહેલા કપ્તાનને બહાર કાઢવો શક્ય નથી. કેપ્ટનશિપ કોહલીને સોંપી દીધા બાદ આ રસપ્રદ હકીકત એક બે વાર નહીં વારંવાર સામે આવતી રહી છે અને ધોની મોટાભાગે યુવા ખેલાડીઓને સલાહ આપતો રહે છે. ટીમના યુવા ખેલાડી ચહલે જણાવ્યું કે કોહલી મેદાન ઉપર હોવા છતાં ધોની કેવી રીતે કેપ્ટનશિપની જવાબદારી સંભાળે છે અને કોઈને ખબર પણ પડતી નથી. ચહલે કહ્યું કે ધોનીભાઈ હજુ પણ અમારા કપ્તાન છે. ક્યારેક ક્યારેક કોહલી મિડસોન અથવા લોંગ ઓન ઉપર ફિલ્ડીંગ કરી રહ્યો હોય છે ત્યારે અમને એવા શખ્સની જરૂર હોય છે જે અમને ગાઈડ કરી શકે. દરેક વખતે કોહલી માટે આ શક્ય નથી હોતું કે તે આવે અને અમને જણાવે કે શંુ કરવાનું છે. આવી સ્થિતિમાં ધોનીભાઈ સંભાળી લે છે. ચહલ અનુસાર ધોની આવી સ્થિતિમાં કોહલીને આરામથી ત્યાં જ ઊભા રહેવાનો ઈશારો કરે છે જ્યાં તે ફિલ્ડીંગ કરી રહ્યો છે અને કહે છે તું ત્યાં જ ઊભો રેહ હું જોઈ લઈશ.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks